સમયસર ઉપચારથી સ્ટ્રોક અને મલ્ટિ- ઓર્ગન ફેલ્યોરના કોવિડ પોઝિટિવ યુવાનને જીવનદાન

સમયસર ઉપચારથી સ્ટ્રોક અને મલ્ટિ- ઓર્ગન ફેલ્યોરના કોવિડ પોઝિટિવ યુવાનને જીવનદાન
મુંબઈ, તા. 3 : સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં બહુશિસ્તીય અભિગમ અને ઘરઆંગણાના ઉપાય સાથે વરલીના 30 વર્ષના રહેવાસીનો જીવનદાયી ન્યૂરોસર્જરીથી સ્ટ્રોક અને કોવિડ-19 નાં ઇલાજ દ્વારા જીવ બચાવી લેવાયો. 
સાહસ કોળીને મલ્ટિ- ઓર્ગન ફેલ્યોર સાથે બેભાનાવસ્થામાં 30 જૂનના રોજ સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેની જીવવાની શક્યતા બહુ ઓછી હતી, પરંતુ સમયસર ઉપચારથી 31 જુલાઈએ તે હસતા ચહેરે ઘરે પાછો ગયો છે. 
કોળીને શરીરનો અડધો ભાગ સંપૂર્ણ લકવાગ્રસ્ત, ઘેન અને વારંવાર ઊલટીઓ જેવાં સ્ટ્રોકનાં લક્ષણોના 10 કલાકથી વધુ સમયના ઈતિહાસ સાથે મુંબઈની નામાંકિત હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 
હૉસ્પિટલમાં દાખલ થતાં જ તુરંત મગજનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં એવું નિદાન થયું કે જમણા મગજમાં વ્યાપક સ્ટ્રોક આવ્યો હતો, જેને લીધે મગજનો 70 ટકા ભાગ હાનિ પામ્યો હતો. ડૉક્ટરોએ મેકેનિકલ થ્રોમ્બોક્ટોમી અથવા ક્લોટ બસ્ટર ઔષધિઓ (ગઠ્ઠાઓ તોડવા) નકારી કાઢી હતી, કારણ કે તેનાથી મગજમાં રક્તસ્રાવ થઈને વધુ હાનિ પેદા થઈ શકે તેમ હતું. તેના હૃદયના ધબકાર એકંદરે ઓછા થયા હતા અને તેને કૃત્રિમ હૃદયનો આધાર આપી શકાય એમ નહોતો તેમ જ તેની કિડની અને યકૃતને તીવ્ર ઈજાઓ પહોંચી હતી. ડોક્ટરોને આ દર્દીનો પ્રથમ કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં કોવિડ-19 સંક્રમણ સેપ્સિસ હોવાની શંકા હતી. 
દર્દી કોમામાં જતો રહ્યો હોવાથી ડૉક્ટરોએ ડિકોપ્રેસિવ ક્રેનિએક્ટોમી નામે જીવનદાયી ન્યૂરોસર્જરી હાથ ધરવાનું નક્કી કર્યું હતું, જેમાં ખોપરીના હાડકાંનો હિસ્સો કાઢવામાં આવે છે, જેથી મગજનો સોજો મગજનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્રો પર દબાણ વિના વિસ્તરી શકે. આ જીવનદાયી સર્જરી માટે તેને લઈ જવા પૂર્વે દેખીતી રીતે જ સીઈઓ ડૉ. તરંગ જ્ઞાનચંદાનીની આગેવાનીમાં હૉસ્પિટલ દ્વારા મજબૂત અને ઉત્તમ સંક્રમણ નિયંત્રણ વ્યવહારોનું પાલન કરાયું હતું. 
હેમો- એડસોર્પશન ફિલ્ટર અને ડાયાલિસિસનો ઉપયોગ કર્યો હતો, જેનાથી લોહીના શુદ્ધિકરણમાં મદદ થવા સાથે દાહક સોજાનાં નિશાન દૂર થયાં હતાં. સર એનએનઆરએફએચના ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં ચાર સપ્તાહ પછી કોળીને 31મી જુલાઈએ રજા આપવામાં આવી હતી. તે ભાનમાં છે, શરીરના એક અડધા ભાગની સામાન્ય કામગીરી અને અડધા ભાગની નબળાઈ સાથે આપણને સમજી શકે છે અને વાત કરી શકે છે.
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer