મુંબઈમાં 970 નવા દર્દી અને 1790ને રજા અપાઈ

મુંબઈમાં 970 નવા દર્દી અને 1790ને રજા અપાઈ
રાજયમાં કુલ દર્દીનો આંકડો સાડા ચાર લાખને પાર
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 3 : મુંબઈમાં કોરોના કાબુમાં આવતો જાય છે. મુંબઈમાં સરાસરી વૃદ્ધિદર એક ટકા (0.89)થી પણ નીચે ઊતરી ગયો છે. કોરોના મુંબઈમાં નિયંત્રણમાં આવી રહ્યો છે એનો બીજો સંકેત ડબલિંગ રેટ છે. આજે ડબલિંગ રેટ વધીને 78 દિવસ થયો છે.
આજે શહેરમાં કોરોનાના 970 નવા દર્દી મળ્યા હતા. આજે 46 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 1,17,421 થઈ હતી. મહાનગરમાં કોરોનાએ કુલ 6,490 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં 23 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 30 જણની વય 60ની ઉપર હતી. 14 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. 2 મૃતકની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 29 પુરુષ અને 17 દર્દી મહિલા હતા.
મુંબઈમાં મરણાંક 6,490નો થયો છે. આજે 1790 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 90,089 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ વધીને 76 ટકા થયો છે. 27 જુલાઈથી 2 અૉગસ્ટનો વૃદ્ધિદર 0.89 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 78 દિવસનો છે. મુંબઈમાં 20,546 સક્રિય દર્દી છે. મુંબઈમાં 5,51,994 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 1,17,421 લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી છે.  રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. આજે 8,968 દર્દી મળ્યા હતા. આજે રાજ્યમાં કોરોનાને લીધે 266 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. મરણાંક 15,842 થયો છે. રાજ્યમાં મૃત્યુદર 3.52 ટકા થયો છે. રાજ્યમાં 1,47,018 સક્રિય દર્દી છે. આજે 10,221 દર્દીને રજા અપાઈ હતી. કુલ 2,87,030 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 63.76 ટકા છે. રાજ્યમાં કુલ 4,50,196 દર્દી નોંધાયા છે. 
રાજ્યમાં 9,40,486 લોકો ઘરે ક્વૉરેન્ટાઈન થયા છે. જ્યારે 37,009 લોકો ઈન્સ્ટિટયુશનલ ક્વૉરેન્ટાઈન થયા છે. આજે થાણે 5, થાણે પાલિકા 5, કલ્યાણ-ડોંબીવલી 2, મીરા-ભાઈંદર મહાનગરપાલિકા 4 અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 મરણ નોંધાયા હતા. રાજ્યમાં 22,98,723 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 4,50,196 ટેસ્ટના પરિણામ પૉઝિટિવ આવ્યા છે. પૉઝિટિવિટી રેટ 19.58 ટકા છે.
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer