માતાપિતાની વિદાયથી દુ:ખી ગૌરવ ચોપરાના ઘરે પુત્રજન્મનો આનંદ

માતાપિતાની વિદાયથી દુ:ખી ગૌરવ ચોપરાના ઘરે પુત્રજન્મનો આનંદ
હજુ થોડા દિવસ અગાઉ અભિનેતા ગૌરવ ચોપરાએ થોડા દિવસોના અંતરે જ માતાપિતા બંનેને કોવિડ-19માં ગુમાવ્યા છે. આ કારણે દુ?ખી અભિનેતાના ઘરે પારણું બંધાયું અને તેની પત્ની હિતિશાએ પુત્રને જન્મ આપ્યો છે. ગૌરવે કહ્યું કે, મારા અને મારા  પરિવાર માટે છેલ્લા થોડા મહિના અત્યંત કપરા હતા. પિતા બનતાં જ જાણે ઇશ્વરના આશિ, મારા પર વરસ્યા હોય એમ લાગે છે. માતાપિતાની વિદાયના ખાલીપાને પુત્રના આગમને ભરી દીધો છે. મારા માતાપિતા ચ્છિતા હતા કે હું હિતિશાની સાથે રહુ અને તેનું ધ્યાન રાખું પરંતુ મેં તેમની સાથે રહવાનું પસંદ કર્યું હતું. આજે તેઓ હોત તો અત્યંત ખુશ થયા હોત. મારા માટે આ અનુભવ પદાર્થપાઠ સાબિત થયો છે. જીવનચક્ર કઇ રીતે ચાલે છે તે હવે મને સમજાયું છે. 
કોરોનાકાળમાં હિતિશાની ગર્ભાવસ્થાના સમાચાર જાહેર કર્યા નહોતા.તમામ સાવચેતી રાખવા છતાં મારા માતાપિતા ચેપી બનતાં મને આગાત લાગ્યો હતો. છેલ્લા થોડા મહિના ખૂબ જ મુશ્કેલીમાં પસાર થયા છે. પરંતુ હવે મને રાહત થઇ છે. હવે હું દીકરાના નામ વિશે વિચારીશ. 
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer