`દિલ્હી ક્રાઇમ''નું શાટિંગ મુંબઇમાં પૂરું થશે

`દિલ્હી ક્રાઇમ''નું શાટિંગ મુંબઇમાં પૂરું થશે
2012ના નિર્ભયા કેસ પર આધારિત વેબ સિરિજ દિલ્હી ક્રાઇમને મળેલા ઉત્સફુર્ત પ્રતિસાદ બાદ તેની બીજી સિઝનનું શાટિંગ ચાલુ થઇ ગયું હતું. યુનિટ અંતિમ શિડયુલનું શાટિંગ દિલ્હીમાં કરતું હતું ત્યારે  જ માર્ચ મહિનામાં લોકડાઉન આવી જતાં બધું બંધ થઇ ગયું હતું. હવે છ મહિના બાદ મનોરંજન ઉદ્યોગ ફરી પાટે ચડવા લાગ્યો છે. આથી દિલ્હી ક્રાઇમના દિગ્દર્શક રાજેશ માપુસકર અને તનુજ ચોપરાએ દિલ્હી ક્રાઇમના બાકી રહેલા છેલ્લા દૃશ્યો મુંબઇ સ્ટુડિયોમાં શૂટ કરશે. આ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને શેફાલી શાહ તથા અન્ય કલાકારોની તારીખો પણ મેળવવામાં આવે છે. આ મહિનાના અંતમાં શાટિંગ કરવાનું આયોજન છે. રિચી મહેતાની આ સિરિઝમાં રિયલ લાઇફના આઇએએસ ઓફિસર અભિષેક સિંહ પણ કલાકાર તરીકે જોવા મળશે. 
દિલ્હી ક્રાઇમમાં શેફાલી શાહ સાથે રસિકા દુગ્ગલ, આદિલ હુસેન અને રાજેશ તેલંગ બીજી સિઝનમાં છે. શેફાલીએ જણાવ્યું હતું કે ,મારે બે કે ત્રણ દિવસનું જ શાટિંગ બાકી છે જે આ મહિનાના અંતમાં પૂરું થઇ જશે.
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer