કોવિડ-19નો ભોગ બનેલાં હિમાની શિવપુરી સાવચેત રહેવાની સલાહ આપે છે

કોવિડ-19નો ભોગ બનેલાં હિમાની શિવપુરી સાવચેત રહેવાની સલાહ આપે છે
અભિનેત્રી હિમાની શિવપુરી કોવિડ-19 પોઝિટિવ હોવાથી મુંબઇની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. તેણે સોને ચેતવણી આપી છે કે આ મહામારીને હળવાશથી લેવી નહીં કે ગાફેલ રહેવું નહીં. કોણ કયારે કોને ચેપ આપી જશે તે કહી શકાય નહીં. 
હિમાનીએ કહ્યું હતું કે લોકો ગેરસમજ ધરાવે છે કે રિકવરી રેટ સારો છે ને મૃત્યુદર ઓછઓ છે એટલે હવે સૌ નિષ્ફિકર થઇને ફરી રહ્યા છે. પરંતુ મહામારી અહીંડ જ છે અને ઝડપથી સૌને ભરડામાં લઇ રહી છે. આ ચેપ કઇ રીતે લાગે છે તેની ખબર જ પડતી નથી. હું તો એત્યંત સાવચેત હતી. માસ્ક પહેરતી અને સેનિટાઇઝ્ડ કરતી હતી. મારા મેકઅપરૂમ સહિત દરેક વસ્તુ સેનિટાઇઝ કરતી હતી. છતાં મને ા ચેપ લાગ્યો. આનો અર્થ એ થયો કે વાઇરસ અત્યંત જોખમી છે. આપણે ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. 
હિમાનીએ ટીવી સિરિયલ અને વિજ્ઞાપનનું શાટિંગ શરૂ કર્યું હતું. ત્યાં તાવમાં પટકાઇ ગઇ. જો કે, ટીવી સિરિયલના નિર્માતાની ઓળખાણથી તેને સારી હોસ્પિટલમાં બેડ મળી ગયો અને સારવાર સારી રીતે ચાલે છે. હિમાનીએ ઉમેર્યું હતું કે, દરેકને એમ થાય કે તેને તો ચેપ નહીં જ  લાગે પરંતુ આ ચેપ જે ગતિએ પ્રસરી રહ્યો છે તે જોતાં એમ લાગે છે કે દરેકને કોઇક દ્વારા તો તે ચેપ લાગશે જ.  હિમાનીના પરિવારજનો ઘરે આઇસોલેશનમાં છે અને સૌથી વધુ ખારબ હાલત તેના શ્વાનની છે. તે સવસ્થ હોવા છતાં કોઇ તેની સાથે કે પાસે રહી શકતું નથી. 
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer