ફિલ્મ ઓમ શાંતિ ઓમ દ્વારા બોલીવૂડમાં પ્રવેશનાર દીપિકાનો પ્રથમ હીરો શાહરૂખ ખાન હતો. ત્યાર બાદ આ બંનેએ હેપી ન્યૂ યર અને ચેન્નઇ એક્સપ્રેસમાં સાથે કામ કર્યું અને ફિલ્મ બોક્સ અૉફિસ પર હિટ ગઇ હતી. હવે એવી ચર્ચા છે કે આ બંને ફરી સાથે જોવા મળશે. અહીં મહત્ત્વની વાત એ છે કે શાહરૂખ લાંબા સમયથી રૂપેરી પરદેથી દૂર છે. તાજેતરમાં તો જાહેર કાર્યક્રમોમાં પણ તેની હાજરી જોવા મળતી નથી. દીપિકા લૉકડાઉનમાં પણ પોતાની આગામી ફિલ્મની તૈયારી કરતી હતી. હાલમાં તે ગોવામાં શકુન બત્રાની ફિલ્મનું શાટિંગ કરી રહી છે. આ ઉપરાંત પ્રભાસ સાથેની ફિલ્મમાં પણ તે જોવા મળશે.
હાલમાં બોલીવૂડમાં એવી ચર્ચા છે કે યશરાજ બેનરની ફિલ્મ પઠાણમાં શાહરૂખની સામે દીપિકાને લેવામાં આવી છે. આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવવા માટે જોન અબ્રાહમ તૈયાર છે અને ફિલ્મના દિગ્દર્શક સિધ્ધાર્થ આનંદ છે. જયારે એટલીની આગામી ફિલ્મમાં શાહરૂખને લેવામાં આવ્યો છે તથા તેની સાથે દીપિકો લેવાનો વિચાર ચાલી રહ્યો છે. હવે આ બંને ફિલ્મોમાં શાહરૂખ અને દીપિકા જોવા મળશે કે કેમ તે તો સમય જ બતાવશે.
Published on: Wed, 16 Sep 2020
શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણની જોડી ફરી જોવા મળશે?
