નેવી જાસૂસીકાંડના તાર દક્ષિણ ભારતથી મુંબઈ થઈ ગોધરા પહોંચ્યા

ભાર્ગવ પરીખ તરફથી
વડોદરા, તા. 15 : પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા નેવીના અૉફિસરને પૈસા આપી ગુપ્ત માહિતી મેળવવા માટે મુંબઈના એક વેપારીથી લઈ  ગુજરાતના ગોધરાના રિક્ષાચાલાક સુધી ગોઠવેલા નેટવર્કનો એનઆઈએએ પકડીપાડી ગુજરાતમાં બીજા સ્લીપર સેલની તપાસ હાથ ધરી છે . 
વિશાખાપટ્ટમમાં કામ કરતા ભારતીય નૌકાદળના 11 અધિકારી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવતા જ કેન્દ્ર સરકારે આ આખાય મામલાની તપાસ એનઆઈએને સોંપી હતી , 2019 માં પકડાયેલા આ જાસૂસી કાંડમાં એનઆઈએએ તપાસ કરતા વિશાખાપટ્ટમમાં કામ કરતા 11 નેવીના અૉફિસરોની ધરપકડ કરી હતી, આ અૉફિસરોને સોશિયલ મીડિયાથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સંપર્કમાં આવી હતી, જેમાં હનીટ્રેપનો પણ પ્રયોગ થયો હતો. 
 એનઆઈએના અૉફિસરે પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે `જન્મભૂમિ' સાથે કરેલી વાતચીત કહ્યું કે  અમે જયારે  નેવીના અૉફિસરોના  ઇલેક્ટ્રોનિક ગેઝેટ તપસ્યા ત્યારે ખબર પડી કે વિશાખાપટ્ટમના મોહમ્મદ હાફિજ સાથે પૈસાની લેવડ દેવડ થઈ હતી, મહોમદની તપાસ કરતા ખબર પડી કે એ અનેક વખત પાકિસ્તાન જઈ આવ્યો હતો અને એના સંપર્કો આઈએસઆઈના સલીમ  રઝાક સાથે હતા. અમે જયારે વધુ તપાસ કરી તો આ નેવી અૉફિસરના પાસે પૈસા મુંબઈના વેપારી અબ્દુલ રહેમાન શેખના દ્વારા અલગ અલગ જગ્યા એ આરટીજીએસથી ટ્રાન્સફર થતા હતા, અમે મે 2020માં અબ્દુલ રહેમાનની ધરપકડ કરી, એની પાસેના સમાન અને બૅન્ક વ્યવહારોના આધારે બીજા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ 11 નેવીના અૉફિસરોએ ભારતીય જળસીમામાં સબમરીન અને જહાજોની વ્યવસ્થા કયાં છે એની જાણકારી આપી હતી. અમે એમના કોલ ડીટેલ અને બૅન્ક ટ્રાન્જેક્શનની જીણામાં જીણી વિગતો તાપસી તો એનું કનેક્શન ગોધરામાં ઇમરાનના ખાતામાં પૈસા જમા થયા હોવાનું બહાર આવ્યું. 
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer