દિલ્હી વિધાનસભાની ફેસબુકને ચેતવણી

નવી દિલ્હી, તા.15: ફેસબૂકનાં જવાબથી નારાજ દિલ્હી વિધાનસભાની શાંતિ અને સૌહાર્દ સમિતિએ આ દિગ્ગજ સોશિયલ મીડિયા કંપનીને ચેતવણી આપી દીધી છે. સાથોસાથ સમિતિ સમક્ષ પ્રતિનિધિને હાજર કરવા માટે વધુ એક મોકો આપ્યો છે. સમિતિએ કહ્યું છે કે, જો હવે ફેસબૂક તરફથી કોઈ પૂછપરછ માટે હાજર નહીં થાય તો પછી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ સમિતિનાં આદેશ છતાં ફેસબૂક તરફથી કોઈ હાજર ન થયું તે વિધાનસભાનું અપમાન છે. તેવો રોષ પણ સમિતિએ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફેસબૂક તરફથી દિલ્હી વિધાનસભાને એવી દલીલનો પત્ર મોકલવામાં આવ્યો હતો કે, આ મુદ્દો કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે માટે દિલ્હી વિધાનસભામાં સુનાવણી માટે હાજર થવું આવશ્યક બનતું નથી. જેને પગલે દિલ્હી વિધાનસભાની સમિતિ ઉશ્કેરાઈ ગઈ હતી અને કહ્યું હતું કે, દિલ્હીનાં ફેબ્રુઆરીનાં તોફાનો સંબંધિત કાર્યવાહી દિલ્હી વિધાનસભાનાં અધિકારક્ષેત્રમાં જ આવે છે. આ સાથે ફેસબૂકને આખરી ચેતવણી પણ આપી દેવામાં આવી હતી.
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer