પુરાવા સાથે ચેડાં કરવાની શંકાથી સેશન્સ કોર્ટે રિયા ચક્રવર્તીને જામીન નકાર્યા

પુરાવા સાથે ચેડાં કરવાની શંકાથી સેશન્સ કોર્ટે રિયા ચક્રવર્તીને જામીન નકાર્યા
મુંબઈ, તા. 15 : ડ્રગ કેસમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની સેશન્સ કોર્ટે ગયા અઠવાડિયે જામીન અરજી રિજેક્ટ કરતા કહ્યું હતું કે રિયાને જો જામીન પર છોડવામાં આવશે તો તેણે જે કેટલાંક નામ કબુલાત નામામાં આપ્યાં છે તેમને કદાચ એલર્ટ કરી દેવામાં આવે અને આમ પુરાવાનો નષ્ટ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. રિયાના વકીલની દલીલ કે આ કેસમાં માત્ર 59 ગ્રામ નશીલા પદાર્થ  જપ્ત કરાયું છે એને પણ જજે અમાન્ય રાખી હતી. 
સેશન્સ જજે કહ્યું હતું કે આરોપીએ કેટલાંક લોકોનાં નામ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને આપ્યા છે અને તેમની સામે શું પગલાં લેવાં એની પ્રક્રિયા ચાલુ છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો તે આ બધા લોકોને એલર્ટ કરી શકે છે. આ પુરાવા સાથે ચેડાં કરવા બરાબર છે. આ સંજોગોમા મને લાગે છે કે આરોપી જામીન માટે હકદાર નથી. 
રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ગયા મંગવારે ધરપકડ કરી હતી અને તેને ડ્રગ સિન્ડિકેટની એક્ટિવ મેમ્બર ગણાવી હતી. સેશન્સ જજે રિયાની જામીન અરજી રિજેક્ટ કરતા એમ પણ કહ્યું હતું કે પૂછપરછમાં રિયાએ ડ્રગ્સની ખરીદી અને પૈસાની લાતીદેતીની કબુલાત પણ કરી છે. કેસમાના બધા આરોપી ડ્રગ સિન્ડિકેટમાં એક્ટિવ હતા. રિયા સહિત અન્ય આપોરીઓ સુશાંત સિંગ રાજપૂત માટે ડ્રગ્સની ખરીદી કરતા હતા. 
રિયાના નકિલ સતીશ માનાશિંદેની દલીલ કે કેસમાના આરોપીઓ પાસેથી મામૂલી માત્રામાં ગાંજો મળ્યો છે અને એ માટે તેમને જામીન મળી શકે છે અને વધુમાં વધુ એક વર્ષની સજા થઈ શકે છે. જોકે આ દલીલને રિજેક્ટ કરતા જજે કહ્યું હતું કે રિયા ડ્રગ્સની હેરાફેરીમા સક્રિય રીતે સંડોવાયેલી હતી. પૈસા આપીને સુશાંત માટે ડ્રગ્સ પણ ખરીદતી હતી એટલે તેણે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોફિક સબસ્ટન્સિસ એક્ટની 27એ કલમ હેઠળ ગુનો કર્યો છે અને આ ગુનો બિન-જમીનપાત્ર છે. આમા ડ્રગ્સની માત્રા કેટલી છે એ મહત્ત્વનું નથી. 
મને કબુલાતનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી એવી રિયાની દલીલ પણ જજે અમાન્ય રાખી હતી અને કહ્યું હતું કે આ કબુલાતનામું કાયદેસરનું છે અને કોર્ટ માટે એ માન્ય છે. સેશન્સ કોર્ટના આ ચુકાદા સામે રિયા હાઈ કોર્ટમાં એકાદ દિવસમાં અપીલ કરે એવી શક્યતા છે. 
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer