મુંબઈમાં વધુ 1585ના ઉમેરા સાથે કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 30,879

મુંબઈમાં વધુ 1585ના ઉમેરા સાથે કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 30,879
મૃત્યુ પામેલા 49માંથી 37 જણ કૉ-મૉર્બિડિટીથી પીડાતા હતાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મુંબઈમાં કોરોનાનો વધુ 1585 દરદીઓનો ઉમેરો થયો છે, જ્યારે 1717 દરદીઓને આજે રજા આપવામાં આવી છે. જ્યારે કોરોનાને કારણે 49 દરદીઓનાં મૃત્યુ થતા અત્યાર સુધીનો કુલ મરણાંક 8227 ઉપર પહોંચ્યો છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાના નિદાન માટે 9,36,574 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મુંબઈમાં કોરોના એક્ટિવ દરદીઓની સંખ્યા 30,879 છે. મુંબઈમાં આઠમીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન કોરોનાનો ગ્રોથ રેટ 1.28 ટકા રહ્યા છે. મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યા બમણી થવાની ઝડપ હાલ 54 દિવસની છે. મૃત્યુ પામેલા 49માંથી 37 જણા કો-મોર્બિડિટી (અર્થાત્ ડાયાબિટીસ, લોહીનું દબાણ, હૃદયરોગ કે કિડનીની તકલીફ જેવી સહવ્યાધિ)થી પીડાતા હતા. જ્યારે 33 જણાંની ઉંમર 60 વર્ષ કરતાં વધારે હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાના 20,482 દરદી વધ્યા
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 20,482 દરદીઓનો ઉમેરો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીના કુલ દરદીઓની સંખ્યા 10,97,856 ઉપર પહોંચી છે. રાજ્યમાં હાલ કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 2,91,797 છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 7,75,273 દરદીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં આજે કુલ 515 જણાનાં મૃત્યુ નીપજયાં હતાં.
ધારાવીમાં કોરોનાના વધુ સાત દરદીઓ મળતા કુલ સંખ્યા 2945 થઈ છે
એશિયાની સહુથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખ ધરાવતી ધારાવીની ઝૂંપડપટ્ટીમાંથી મંગળવારે કોરોનાના સાત વધુ કેસ મળ્યા છે. અત્યાર સુધીમાં ધારાવીમાં કોરોનાના કેસોની સંખ્યા 2,945 થઈ છે. અત્યાર સુધીમાં ધારાવીના 2530 દરદીઓ કોરોનાની બિમારીમાંથી સાજા થયા છે. ધારાવીમાં ગત પાંચ દિવસમાં દરરોજ 20 કરતાં વધુ કેસો નોંધાયા છે. મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી ધરાવતા ધારાવીમાં હાલ કોરોનાના 144 એક્ટીવ દરદીઓ છે.
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer