કાંદાની નિકાસબંદીની ફેરવિચારણા કરો : શરદ પવાર

કાંદાની નિકાસબંદીની ફેરવિચારણા કરો : શરદ પવાર
નવી દિલ્હી, તા. 15 : કેન્દ્ર સરકારે કાંદાની નિકાસબંદીના લીધેલા નિર્ણયથી દેશના કાંદા ઉત્પાદક ખેડૂતોમાં જબરદસ્ત રોષ  છવાયેલો છે. કાંદાની નિકાસબંદી સામે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર પણ મેદાનમાં ઉતર્યા છે. પવારે કેન્દ્રના વાણિજયપ્રધાન પિયુષ ગોયલ સાથે ચર્ચા કરી. પવારે પ્રધાનને કહ્યું હતું કે કેન્દ્ર સરાકરે ઓચિંતી નિકાસબંદી કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાંદાના એક વિશ્ર્વાસપાત્ર નિકાસકાર તરીકેની ભારતની છાપ ખરડાઈ છે. કાંદાની નિકાસબંદી બાબતે સક્રિય બનેલા પવારે ટ્વિટ દ્વારા આ માહિતી આપી હતી. પવારે કહ્યું કે કેન્દ્ર સરકારે ઓચિંતી કાંદાની નિકાસબંદી કરી છે. આને લીધે મહારાષ્ટ્રના કાંદાઉત્પાદકોમાં તીવ્ર પ્રતિક્રિયા ઉદભવી છે. કાલે રાત્રે રાજકીય પ્રતિનધિઓએ મારો સંપર્ક કરીને આ બાબત કેન્દ્ર સરકાર સાથે ઉપડાવાનું કહ્યું હતું. આથી મેં કેન્દ્રના વાણીજયપ્રધાન પિયુષ ગોયલની મુલાકાત લીધી હતી. અને તેમને આ નિણર્ય પાછો ખંચવા વિનંતી કરી હતી. ગોયલે કહ્યું હતું કે કેન્દ્રના ગ્રાહક સંરક્ષણ મંત્રાલય તરફતી કાંદાના વધતા ભાવના આધારે આ નિર્ણય લેવાયો છે. વાણિજય , નાણા અને ગ્રાહક સંરક્ષણ મંત્રાલયના પ્રધાનો ચર્ચા કરીને આ નિર્ણય પર ફેરવિચાર કરશે. જો એકમત થશે તો જરૂર નિર્ણય બદલીશું.  
પવારે કહ્યું હુતં કે આ નિર્ણયથી પાકિસ્તાન અને બીજા હરીફ દેશોને ફાયદો થશે.
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer