નાશિકના ખેડૂતોએ કાંદાની નિકાસબંદીનો કર્યો વિરોધ

નાશિકના ખેડૂતોએ કાંદાની નિકાસબંદીનો કર્યો વિરોધ
નાશિક, તા. 15 (પીટીઆઈ) : નાશિકના લસણગાંવના  અને આ જિલ્લાના કાંદા ઉગાડનારા વિસ્તારોના ખેડૂતો 
કાંદાની નિકાસબંદીનો ગલીઓમાં જોરદાર વિરોધ કર્યો હતો. કાંદાની  મોટી બજાર નાશિકના લસણગાવમાં છે. મુંગસે, પિંપલગાંવ, નામપુર અને ઉમરાનેની બજારોમાં આંદોલન કરાયું હતું અને બજારોમાં આવેલા 10,000 ક્વિન્ટલ કાંદાની હરાજી  અટકાવી દીધી હતી. ખેડૂતોએ ઉમરાનેમાંથી પસાર થતો મુંબઈ-આગ્રા હાઈવે અટકાવાની કોશીશ કરી હતી.  
એશિયાની કાંદાની સૌથી મોટી બજાર લસણગાંવમાં  મંગળવારે સવારે કાંદાની હરાજી શરૂ થઈ હતી અને ક્વિન્ટલદિઠ 2200 રૂપિયાના ભાવે હરાજી શરૂ થઈ હતી. આનાથી ક્રોધે ભરાયેલા ખેડૂતોએ હરાજી અટકાવી હતી. ખેડૂતોએ કહ્યું હતું કે કાંદાની નિકાસબંદીને લીધે સ્થાનિક બજારોમાં કાંદાના ભાવ ગગડી રહ્યા છે. સોમવારે કાંદાના લધુતમ ભાવ ક્વિન્ટલિદઠ 1100 રૂપિયા,અને મહત્તમ ભાવ 3209 તથા સરેરાશ ભાવ 2950 હતા. જોકે કાંદાની નિકાસબંદીને લીધે થોડા કલાકમાં ભાવ ગગડી 2700 રૂપિયા થઈ ગયા હતા.
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer