કોરોના વૅક્સિન માટે ભારત મોટી આશા : બિલ ગેટસ

કોરોના વૅક્સિન માટે ભારત મોટી આશા : બિલ ગેટસ
વૅક્સિન કોઈ પણ બનાવે, સૌથી વધુ ડોઝ ભારત બનાવશે તેવો મત
નવી દિલ્હી તા.15: વિશ્વભરમાં કોરોના મહામારીના ઝંઝાવાત વચ્ચે વિશ્વના બીજાક્રમના સૌથી ધનિક બિલ ગેટ‰સને ભારત પર કોરોના રસી મામલે મોટી આશા છે. તેમણે કહ્યું કે આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક સુધીમાં કોવિડ 19ની વેકસીન અંતિમ તબક્કામાં હશે. વેકસીન ઉત્પાદનમાં સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ છે. આવતા વર્ષે ગમે ત્યારે કોવિડ 19ની વેકસીન બજારમાં આવી શકે છે. પરંતુ સૌથી વધુ ડોઝ તો ભારત બનાવશે. ભારતમાં મોટાપ્રમાણમાં વેકસીનનું ઉત્પાદન થશે. બિલ ગેટ‰સે ઉમેર્યુ કે આમાં કેટલોક હિસ્સો વિકાસશીલ દેશોને પણ મળે એટલે સમગ્ર વિશ્વ ભારત તરફ નજર રાખી રહ્યું છે. ભારત વિશ્વમાં સૌથી મોટો વેકસીન ઉત્પાદક દેશ છે અને કોવિડ 19 વેકસીનના ઉત્પાદનમાં અમોને ભારતના સહકારની જરૂર છે. અમે ભારત પાસે વહેલી તકે વેકસીન ઈચ્છીએ છીએ. 
વેકસીનના ઉત્પાદન અંગે તેઓ ભારત સાથે વાતચીત પણ કરી રહ્યા છે. કોઈ પણ વેકસીન એકવાર રોલઆઉટ થાય એટલે ભારતમાં તેના ઉત્પાદનના પુરા પ્રયાસ કરીશું. સમગ્ર વિશ્વને વેકસીન સમાન રૂપે મળે અને ભારત તેમાં મદદ કરશે. જેમને જરૂર છે તે દેશોને વેકસીન ઉપલબ્ધ કરાવવાથી દુનિયાના જેટલા દેશોમાં મૃત્યુ થશે તેના અડધા જીવ બચાવી શકાશે.
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer