હાર્દિક પંડયાને નક્કર કમબૅકનો વિશ્વાસ

હાર્દિક પંડયાને નક્કર કમબૅકનો વિશ્વાસ
અબુધાબી, તા.16: ઇજામાંથી બહાર આવીને લાંબા સમયે વાપસી કરી રહેલા મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ કહ્યંy છે કે તે હવે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ ફિટ છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ તેનો પહેલો મેચ તા. 19મીએ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરૂધ્ધ રમશે. પંડયાનું ફોર્મ મુંબઇ માટે મહત્ત્વનું સાબિત થશે. પંડયાએ એક મુલાકાતમાં જણાવ્યું કે હું ઘણી તૈયારી કરીને અહીં આવ્યો છું. મારો આવનારો સમય સારો જ હશે તેવો મને વિશ્વાસ છે. હું મજબૂતીથી વાપસી કરવા માગુ છું. આઇપીએલ મારી ફેવરિટ ટૂર્નામેન્ટ છે. ઇજા દરેક ખેલાડીના જીવનનો એક હિસ્સો છે. મેં ઇજામાંથી પ્રેરણા લીધી છે કે મજબૂત બનીને વાપસી કરવી. મને આથી વધુ મહેનત કરવાની પ્રેરણા મળી છે. હાર્દિક પંડયાએ ગયા વર્ષે નવેમ્બરમાં લંડનમાં પીઠની સર્જરી કરાવી હતી. આ પછી તેણે સર્બિયન મોડેલ નતાશા સ્ટેનોવિક સાથે લગ્ન કર્યાં હતા. તે પિતા પણ બની ગયો છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer