નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો કરશે સુશાંતની બહેનની પૂછપરછ

મુંબઈ, તા. 16 : સુશાંત સિંહ રાજપુત પ્રકરણમાં ડ્રગ પ્રકરણની તપાસ કરતા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની વિશેષ તપાસ ટુકડીના અક અધિકારીને કોરોના થઈ જતા બુધવારે શકમંદોની પુછપરછ મુલત્વી રાખવામાં આવી હતી. દરમિયાન ડ્રગ પ્રકરણમાં સુશાંતની એક બહેનની પણ પુછપરછ થશે. ડ્રગ પ્રકરણમાં અત્યાર સુધી 18 જણની ધરપકડ થઈ છે. 
એનસીબીની તપાસ ટુકડીના એક સભ્યનો કોરોનાનો એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવતા તપાસના દોરને અટકાવી દેવામાં આવ્યો હતો. બધુવારે સુશાંતની એક સમયની મેનેજર શ્રુતિ મોદી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ટેલેન્ટ મેનેજર જયા સાહાને પુછપરછ માટે બાલાવવામાં આવ્યા હતા. શ્રુતિ મોદી સવારે દસ વાગે એનસીબીની ઓફિસમાં આવી હતી, પણ તેને પાછા જવાનું કહેવામાં આવ્યું હતું જ્યારે જયા સાહાને એનસીબીની ઓફિસમાં ન આવવાની સલાહ અપાઈ હતી. 
બન્નેને હવે પછી બોલાવવામાં આવશે. એનસીબીની વિશેષ તપાસ ટુકડીના બાકીના સભ્યોની પણ હવે ટેસ્ટ કરાશે. 
દરમિયાન ડ્રગ પ્રકરણમાં એનસીબીએ સુશાંતની એક બહેનની પણ પુછપરછ કરવાનો ફેંસલો કર્યો છે. સુશાંતની ડ્રગ પાર્ટીમાં એ હાજર રહેતી હોવાનું કહેવાય છે.
એનસીબીની તપાસ ટીમે સુશાંતના પાવના ખાતેના ફાર્મ હાઉસ પરથી સીસીટીવી કેમેરાના રોકોર્ડિંગ્સ જપ્ત કર્યા છે અને પાર્ટીના ફૂટેજમાં સુશાંતની બહેન પણ દેખાય છે. પાવનાનમાં યોજાયેલી આવી એક પાર્ટીમાં સુશાંતની બહેન અને રિયા ચક્રવર્તી વચ્ચે મોટો ઝઘડો થયો હતો અને સુશાંતની બહેન અને બનેવી પાર્ટી છોડીને જતા રહ્યા હતા. 
કૂપરના ડોક્ટરોને ક્લીન ચિટ 
14 જુને સુશાંત સિંહે આપઘાત કર્યો એ બાદ તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને શબઘરમાં પહેલા મુકવામાં આવેલો. શબઘરમાં પરવાનગી વગર કોઈને જવાની છૂટ હોતી નથી. આમછતાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા શબઘરમાં ઘુસી ગઈ હતી અને રાજ્ય માનવ અધિકાર પંચે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. પંચે તપાસ બાદ કૂપરના ડોક્ટરો અને મુંબઈ પોલીસ બન્નેને આ પ્રકરણમાં કલ્ન ચિટ આપી છે અને કહ્યું છે કે રિયા શબઘરમાં ઘુસી એ માટે બન્નેમાંથી કોઈ દોષી નથી.
સુશાંત કેસના રિપોર્ટિંગ પર પ્રતિબંધ મુકો : હાઈ કોર્ટમાં અરજી 
સુશાંત સિંહ રાપુત પ્રકરણમાં પ્રસાર માધ્યમો જે રીતે રિપોર્ટિંગ કરી રહ્યા છે એ સામે મુંબઈ હાઈ કોર્ટમાં બીજી અરજી થઈ છે. અરજીમાં જણાવાયું છે કે જ્યાં સુધી આ અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી સુશાંત કેસના રિપોર્ટિંગ પર પ્રતિબંધ મુકવામાં આવે. 
સામાજિક સંસ્થા ઈન પર્સ્યુટ ઓફ જાસ્ટિસ વતી આ અરજીની સુનાવણી મંગળવારે મુખ્ય ન્યાયમુર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમુર્ત ગિરિષ કુલકર્ણીની બૅન્ચ સમક્ષ વિડિયો કોન્ફરન્સિગથી થઈ હતી. 
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer