એમટીએનએલની પ્રભાદેવીસ્થિત કચેરી સમક્ષ મનસેના ધરણા

લૉકડાઉનમાં બ્રૉડબૅન્ડ અને મોબાઈલ સેવા કથળી
મુંબઈ, તા. 16 : મહાનગર ટેલિફોન નિગમ દ્વારા છેલ્લા છથી સાત મહિનાથી બ્રોડબ્રેન્ડ અને મોબાઈલ સેવા વ્યવસ્થિતપણે પૂરી પાડવામાં આવતી નથી એમ જણાવીને મનસે દ્વારા આજે સવારે પ્રભાદેવીસ્થિત એમટીએનએલની કચેરી સમક્ષ ધરણાં કરવામાં આવ્યા હતા.
મનસેએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે છેલ્લા છ માસથી મુંબઈગરા ઓનલાઈન પદ્ધતિથી ઘરે બેસીને કામ કરે છે. વધુમાં વિદ્યાર્થીઓ પણ ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરે છે. ઝુમ એપ દ્વારા વિવિધ મિટિંગો પણ યોજાય છે.
મનસેના માહિમ વિધાનસભા એકમના અધ્યક્ષ યશવંત કિલ્લેદારે જણાવ્યું હતું કે અમે મુંબઈગરાની સમસ્યા એમટીએનએલના ડિરેકટરો સમક્ષ રજૂ કરી છે. તેઓએ માહિતી આપી હતી કે એમટીએનએલની સેવા પૂર્વવત્ કરવા માટે મુંબઈના પાંચ ઝોનમાં પાંચ કોન્ટ્રાકટરોની નિમણૂક કરવામાં આવશે. તેઓને ચોક્કસ સમયમર્યાદામાં કામ પૂરું કરવાનું કહેવામાં આવ્યું છે. જેઓ સમયસર કામ પૂર્ણ કરે નહીં તેઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. ગત પાંચથી છ માસ સેવા બંધ હોવા છતાં જે ગ્રાહકોને બિલ મોકલવામાં આવ્યા છે તેઓને રિબેટ આપવામાં આવશે એમ કિલ્લેદારે ઉમેર્યું હતું.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer