આરટીઆઈની અરજીની સુનાવણી વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી કરવા હાઈ કોર્ટમાં જાહેર હિત અરજી

મુંબઈ,  તા. 16 : ભૂતપૂર્વ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર શૈલેશ ગાંધીએ બોમ્બે હાઈ કોર્ટમાં બે અરજી નોંધાવી છે. પહેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની પહેલી અપેલેટ બોડી અરજીને નિવેડો લાવવામાં 45 દિવસથી પણ વધારે વિલંબ કરે છે તો  આ વિલંબ ન થાય એવો રોડમેપ આપે. બીજી અરજીમાં કહેવામાં આવ્યું છે કે પહેલી અપેલેટ બોડી અને ક્વોસી-જ્યુડીસીયલ બોડીએ લોકડાઉન દરમ્યાન તેમનું કામ સ્થગિત કર્યું છે  તેમને યોગ્ય ઓનલાઈન વિડીયો કોન્ફરન્સિગ પ્લેટફોર્મ વડે સુનાવણી યોજવાનો વડી અદાલત આદેશ આપે. 
મહામરી પહેલાં જ ઇન્ફોર્મેશન કમિશનમાં માહિતી  મેળવવા કરવી પડતી પ્રતિક્ષાને લીધે હતાશા થયા છે. મહારાષ્ટ્રમાં પ્રતિક્ષાનો  સમય એકથી ત્રણ વધારે વર્ષ હોય છે. વડી અદાલતે ત્રણ ચુકાદામાં  કમિશન ચોક્કસ સમયગાળામાં અરજીનો નિકાલ કરે એવો આદેશ આપ્યો છે, પરંતુ તેની અવગણના થાય છે. આરટીઆઈના કટ્ટા જૂથે પહેલા તો પંચને સમયબદ્ધ કામ કરવાની યોજના માગવાની નોટિસ મોકલાવી હતી, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. આથી વડી અદાલતમાં જાહેર  હિત અરજી કરાઈ છે. આ અરજીમાં વિનંતી કરાઈ છે કે કમિશનર તેની આગળ કરાયેલી બીજી અપીલ અને ફરિયાદનો નિવેડો 45 દિવસની અંદર લાવે.આરટીઆઈ ધારા પ્રમાણે  નાગિરક અરજી કરે તો તેને 30 દિવસની અંદર માહિતી મળવી જોઈએ. અરજી નોંધાવ્યાના 45 દિવસના મહત્તમ સમયની અંદર અરજદારને માહિતી આપવી જોઈએ.  જો પીઆઈઓ માહિતી ન આપે અને પહેલી અપેલેટ ઓથોરિટીએ 30 દિવસમાં અને મહત્તમ 45 દિવસમાં અરજીનો નિવેડો લાવવો જોઈએ. આ નિવેડો કઈ રીતે લવાશે એનો રોડ મેપ તૈયાર કરવાનો આદેશ હાઈ કોર્ટ આપે. 
બીજી જાહેર હિત અરજીમાં મહારાષ્ટ્ર સરકારને તેના વડા સચીવ દ્વારા બધા જાહેર સત્તાવાળાઓને  એવા યોગ્ય માગર્દર્શન અને હુકમ આપવા કહ્યું છે કે ક્વોસી-જ્યુડીસીયલ (અર્ધ અદાલતી) કે વહીવટી સુનાવણી વિડીયો કોનફરન્સ દ્વારા કરાય.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer