અયોધ્યા ઍરપોર્ટ વિસ્તરણ માટે 478.1 એકર જમીનની જરૂર પડશે

નવી દિલ્હી, તા. 16 : અયોધ્યામાં ઍરપોર્ટ વિસ્તરણની યોજનાના પહેલા તબક્કા માટે 471.1 એકર જમીનની જરૂર પડશે એવી સૂચના ઍરપોર્ટ અૉથોરિટી અૉફ ઇન્ડિયાએ ઉત્તર પ્રદેશ સરકારને આપી છે, એમ નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આજે જણાવ્યું હતું.
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં પુરીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે માહિતી આપી હતી કે ઍરપોર્ટ માટે 525.92 એકર જમીન અધિગ્રહિત કરવાનું નક્કી કરાયું છે. ઍરપોર્ટ અૉથોરિટીની ટીમે ડિસેમ્બરમાં હાલના અયોધ્યા ઍરપોર્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ ટીમે અયોધ્યા ઍરપોર્ટ પર મોટા કદના વિમાનોની અવર-જવર માટે વ્યવસ્થાની યોજના તૈયાર કરી છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer