221 લોકોની ટીમ સાથે દહેરાદૂનમાં `જર્સી''નું શાટિંગ શરૂ થશે

221 લોકોની ટીમ સાથે દહેરાદૂનમાં `જર્સી''નું શાટિંગ શરૂ થશે
કોરોનાકાળમાં ફિલ્મનું શાટિંગ કરવું કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં ટીવી અને ફિલ્મના કલાકાર કસબીઓ સેટ પર કામ કરવા દરમિયાન કોરોના પોઝિટિવ આવતા શાટિંગ બંધ કરવા જોઇએ એવી માગણી પમ થઇ રહી છે. આવામાં શાહિદ કપૂરની આગામી ફિલ્મ જર્સીનું 221 લોકોની ટીમ સાથે દહેરાદૂનમાં શાટિંગ શરૂ થશે. આ ટીમમાં મુંબઇથઈ જનારા અને સથાનકિ ટીમ બંનેનો સમાવેશ થાય છે. 
30મી સપ્ટેમ્બરથી શાટિંગ શરૂ થશે અને દસ દિવસ સુધી ત્યાં કામ ચાલશે. ત્યાર બાદ તેઓ મુંભઇ આવશે. મુંબઇમાં શાહિદના બદલાયેલા લૂક સાથે બાકીના દૃશ્યો શૂટ કરવામાં આવશે. 
શાહિદ અત્યારે પંજાબ છે અને આગામી સોમવારે દહેરાદૂન પહોંચશે જેથી ફિલ્મના મૂડમાં સેટ થઇ શકે. તે દસ દિવસ શાટિંગ કરશે અને તેની સાથે ટ્રેનર, મેનેજર, મેકઅપ આર્ટિસ્ટ અને સપોર્ટ સ્ટાફ છે. પછી તે બીજા શાટિંગ શિડયુલ માટે મુંબઇ આવશે. ફિલ્મની હીરોઇન મૃણાલ ઠાકુર પણ આ સપ્તાહના અંતમાં શાહિદ સાથે દહેરાદૂનમાં જોડાશે. 
જર્સીનું શાટિંગ શરૂ થશે તે પહેલાં લોકેશનને સેનિટાઇઝ કરવા દિલ્હીથી ખાસ ટીમ આવવાની છે. આ ઉપરાંત કલકારો અને કસબીના રોજેરોજ માસ્ક બદલવાના ગ્લવઝ પહેરવાના કે સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવી તકેદારી સાથએ દર સપ્તાહે દરેકનો આઇએમસીઆર ટેસ્ટ કરવામાં આવશે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer