સુરેખા સિકરીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો

સુરેખા સિકરીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો
પીઢ અભિનેત્રી સુરેખા સિકરીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આઠમી સપ્ટેમ્બરે બ્રેન સ્ટ્રોકનો હુમલો આવતા  સુરેખાને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હવે તેમને હોસ્પિટલમાંથી ઘરે મોકલવામાં આવ્યા છે અને ડૉકટરે જણાવ્યું કે તેમને રિકવર થતાં થોડો સમય લાગશે. તેમના ન્યુરોલોજિસ્ટે જણાવ્યું હતું કે, હવે સુરેખા લોકોને ઓળખી શકે છે તથા ટેકો લઇને ચાલી પણ શકે છે. સોનુ સુદ સહિત ફિલ્મ અને ટીવીના કલાકારો સુરેખાની પડખે રહ્યા હતા અને તેમને જોઇતી સહાય કરી હતી. 
નોંધનીય છે કે 2018માં પણ સુરેખાને બ્રેન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો અને તેઓ પક્ષાગાતનો ભોગ બન્યાં હતાં. આમાંથી તો બેઠા થયા હતા પરંતુ સંભાળ માટે ચોવીસ કલાકની નર્સ રાખી હતી. 
ચાર દાયકાની અભિનય કારકિર્દીમાં સુરેખાએ તમસ, મમ્મો, સલીમ લંગડે પે મત રો, જેવી ફિલ્મોમાં ઉત્તમ પરફોર્મન્સ આપ્યું છે. ટીવી સિરિયલ બાલિકા વધૂમાં દાદીસાના ભૂમિકા દ્વારા તેઓ ઘરેઘરમાં જાણીતા બન્યાં હતાં. તાજેતરમાં આયુષ્માન ખુરાનાની  ફિલ્મ બધાઇ હોમાં સાસુનું પાત્ર ભજવવા બદ્લ પમ તેમણે પ્રશંસા મેળવી હતી. તેઓ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી છે. 
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer