આઈપીએલ: પૃથ્વીની અર્ધસદીથી ચેન્નાઇ સામે દિલ્હીના 3/175

આઈપીએલ: પૃથ્વીની અર્ધસદીથી ચેન્નાઇ સામે દિલ્હીના 3/175
દુબઇ તા.25 : યુવા પૃથ્વી શોની અર્ધસદી (64 રન)ની મદદથી આઇપીએલના આજના મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 3 વિકેટે 175 રનનો પડકારરૂપ  સ્કોર નોંધાવ્યો હતો. આથી ધોનીની ટીમને જીત માટે 176 રનનું વિજયી લક્ષ્યાંક મળ્યું હતું.
ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. સીએસકે ટીમમાં એન્ડીગીના સ્થાને હેઝલવૂડને તક મળી હતી. દિલ્હી તરફથી યુવા પૃથ્વી શો અને અનુભવી શિખર ધવને સંગીન શરૂઆત કરીને પહેલી વિકેટમાં  64 દડામાં 94 રનની ભાગીદારી કરી હતી. પૃથ્વી શોએ 43 દડામાં 9 ચોકકા અને 1 છકકાથી આક્રમક 64 રન કર્યાં હતા. જયારે ધવન 27 દડામાં 3 ચોકકા-1 છકકાથી 35 રન કરીને આઉટ થયો હતો. ઋષભ પંત 35 દડામાં પ ચોકકાથી 37 રને અણનમ રહ્યો હતો. જયારે સુકાની શ્રેયસ અય્યરે 26 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નાઇ તરફથી પીયૂષ ચાવલાએ 33 રનમાં 2 અને સેમ કરને 27 રનમાં 1 વિકેટ લીધી હતી.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer