એમસીએક્સમાં એલચીના વાયદામાં વૃદ્ધિ : કોટનમાં નરમાઈ

એમસીએક્સમાં એલચીના વાયદામાં વૃદ્ધિ : કોટનમાં નરમાઈ
મુંબઈ, તા. 25 : વિવિધ કૉમોડિટી વાયદાઓ, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર 2,56,579 સોદામાં રૂા.15,253.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદામાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદી વધુ રૂા.1,686 તૂટી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડતેલ અને નેચરલ ગૅસ પણ ઘટી આવ્યા હતા. કૃષિ કૉમોડિટીઝમાં એલચીના વાયદાના ભાવમાં કિલોદીઠ રૂા.38ની વૃદ્ધિ થઈ હતી. ક્રૂડ પામતેલમાં 62,000 ટનના નોંધપાત્ર વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો હતો. કોટનમાં નરમાઈ સામે કપાસ અને મેન્તા તેલમાં સુધારાનો સંચાર થયો હતો. 
કૉમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ 168427 સોદાઓમાં રૂા.9626 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું અૉક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂા.49826 ખૂલી, ઉપરમાં રૂા.49900 અને નીચામાં રૂા.49380 ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂા.420 ઘટીને રૂા.49484 બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂા.65 વધીને 8 ગ્રામદીઠ રૂા.40040 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂા.34 વધીને 1 ગ્રામદીઠ રૂા.5055 થયા હતા, જ્યારે સોનું-મિની અૉક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂા.516 ઘટીને બંધમાં રૂા.49443 ના ભાવ રહ્યા હતા.   ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂા.59320 ખૂલી, ઉપરમાં રૂા.59720 અને નીચામાં રૂા.57550 ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂા.1686 ઘટીને રૂા.57943 બંધ રહ્યો હતો. 
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer