`ભારે વરસાદથી ટ્રેનો રદ થતાં બોરીવલીમાં ભારે ભીડ થઈ હતી''

મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : પરાંની ટ્રેનના દરવાજામાં ફેસ માસ્ક સાથે જોખમી રીતે લટકતાં પ્રવાસીઓનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે.
પશ્ચિમ રેલવેએ ગુરુવારે તે વીડિયો અંગે જણાવ્યું છે કે આ વીડિયો વિરાર જવા માટે ચર્ચગેટથી ઉપડેલી ટ્રેન બોરીવલીના પ્લેટફોર્મ ક્રમાંક- ત્રણ ઉપર સાંજે 5.22 વાગે પહોંચી ત્યારની છે. ભારે વરસાદને અને પાણી ભરાવાને કારણે ટ્રેનોને રદ કરવામાં આવી, તેથી બોરીવલી સ્ટેશને ખૂબ જ ભીડ થઈ હતી. આ બાબત ખૂબ જ અસાધારણ હતી, એમ પશ્ચિમ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં ઉમેરવામાં આવ્યું છે.
ઉપરાંત પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓને કોરોનાને નિવારવા માટેના ઉપાયોનું પાલન કરવાની અપીલ કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગત 23મી સપ્ટેમ્બરે ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલવેના ચર્ચગેટ અને અંધેરી સ્ટેશનો વચ્ચે સાત કલાક સુધી લોકલ ટ્રેનનો વ્યવહાર ખોરવાયો હતો.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer