સાર્કમાં પાકિસ્તાનની ચાલ ભારતના મિત્ર માલદીવે બનાવી નિષ્ફળ

માલે, તા. 25 : માલદીવ ક્ષેત્રી સહયોગના પોતાના વલણ ઉપર અડગ છે. માર્ચમાં થયેલી લીડર્સ મિટિંગના અનુસંધાને માલદીવે 19મી સાર્ક સમિટ કરાવવા માટે વધુ સારા માહોલની અપીલ કરી છે. માલદીવના કહેવા પ્રમાણે વર્તમાન સમયે કોરોના રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આ સમય સમિટના આયોજનનો વિચાર કરવાનો નથી. સાર્ક કાઉન્સીલની બેઠકમાં આ વાત ઉપર ચર્ચા કરવામાં આવી હતી. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે કહ્યું હતું કે, માલદીવને નથી લાગતું કે આ સમય પાકિસ્તાનના સાર્ક સમિટની યજમાની કરવાનો છે. આ સાથે અન્ય દેશોએ પણ માલદીવનું સમર્થન કરતા સાર્ક સમિટના આયોજનનો પાકિસ્તાનનો પ્રસ્તાવ વિફળ બન્યો હતો. પાકિસ્તાન 2016થી સાર્ક સમિટ યોજવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2016 બાદ ભારતે ઉરી, પઠાણકોટ અને પુલવામા આતંકી હુમલાને લઈને ઈવેન્ટનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer