રેમડેસિવિરનો તર્કસંગત ઉપયોગ કરવાનો હૉસ્પિટલને આદેશ અપાશે

મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ શુક્રવારે કહ્યું હતું કે કોરોનાની સારવારમાં રેમડેસિવિર ઈન્જેકશનનો વેકબુદ્ધીથી અને તર્કસંગત  ઉપયોગ કરવાનો કોરોના હૉસ્પિટલ અને ડૉક્ટરોને આદેશ આપતો  પરિપત્ર 24 કલાકની  અંદર બહાર પડાશે.  
ફૂડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન મિનિસ્ટર ડૉક્ટર રાજેન્દ્ર શિંગનેએ કહ્યું હતું કે કોરોનાની સારવારમાં વપરાતા આ ઈન્જેકશનના કાળાબજારને રોકવા ખાસ ઝુંબેશ શરૂ કરાશે. આ પ્રધાનોએ  આડે  પૂર્વ વિદર્ભની હોસ્પિટલોની મુલાકાત  લીધી હતી. રેમડેસિવિરના  ઉપયોગના  અતીરેક અંગે ટોપેએ કહ્યું હતું કે આ ઈન્જેકશનનો  વિવેકબુદ્ધિથી  ઉપયોગ કરવો જરૂરી છે અને આ અંગેનો પરિપત્ર 24 કલાકમાં બહાર પડાશે. કોરોના હૉસ્પિટલ અને તબીબોને રેમડેસિવિરનો  ઉપયોગ ક્યાર કરવો  તેનો આદેશ આ પરિપત્રમાં દેવાશે.  
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer