સંસદના ચોમાસુ અધિવેશનની સફળતા 167 ટકા : લોકસભા અધ્યક્ષ

સંસદના ચોમાસુ અધિવેશનની સફળતા 167 ટકા : લોકસભા અધ્યક્ષ
નવી દિલ્હી, તા.25: કોરોના કાળમાં યોજાયેલા સંસદનાં ઐતિહાસિક સત્રની બુધવારે 23મી સપ્ટેમ્બરે સમય પહેલા સમાપ્તી થઈ ગઈ. તેમ છતાં સંસદના આ સત્રની ઉત્પાદકતા 167 ટકા રહી છે.
આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદના ચોમાસુ સત્ર વિશે વિગતો આપતા કહ્યું હતું કે, સંસદની કાર્યવાહી માટે 37 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો પણ કામ 60 કલાક થયું છે.
લોકસભા સ્પીકરે કહ્યું હતું કે, સંસદનાં 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને હવે ટૂંક સમયમાં જ નવું સંસદભવન બનાવવા જઈ રહ્યા છીએ. 21 માસમાં નવી ઈમારતનું નિર્માણ પૂર્ણ થઈ જશે અને 2022માં નવા ભવનમાં સંસદનું સત્ર યોજાવાની આશા છે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer