બિહાર વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું

બિહાર વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું
ત્રણ તબક્કામાં મતદાન; 10 નવેમ્બર પરિણામ 
નવી દિલ્હી, તા. 25 : બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. કોરોના વાયરસ સંકટ વચ્ચે દેશમાં પહેલી વખત મોટી ચૂંટણી થઈ રહી છે. શુક્રવારે ચૂંટણી પંચ તરફથી પ્રેસ કોન્ફરન્સમાં તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. આ વખતે બિહારમાં ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે.  28 ઓક્ટોબરના પહેલા તબક્કાનું, 3 નવેમ્બરના રોજ બીજા તબક્કાનું અને ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. એટલે કે  10 તારીખે સ્પષ્ટ થઈ જશે કે નીતિશ કુમાર ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રી બનશે અથવા ફરી તેજસ્વી યાદવની આગેવાનીમાં મહાગઠબંધન નવો ઈતિહાસ રચશે. 
મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાએ કહ્યું હતું કે, કોરોનાના કારણે 70થી વધારે દેશોમાં ચૂંટણી ટાળવામાં આવી છે. ચૂંટણી નાગરિકોનો લોકતાંત્રિક અધિકાર છે. આ માટે ચૂંટણી કરાવવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, કોરોના કાળમા બિહાર ચૂંટણીને લઈને ઘણી તૈયારી કરવામાં આવી છે. ઘણા જરૂરી પગલા ભરવામાં આવ્યા છે. કોરોના કાળમાં નવા સુરક્ષા માપદંડ સાથે મતદાન થવાનું છે. બિહારમાં 7.79 કરોડ મતદાતા છે. જેમાંથી 3.39 કરોડ મહિલા મતદાતા છે. ચૂંટણી પંચ રાજનીતિક દળના કાર્યકર્તા ઘર ઘર જઈ ચૂંટણી પ્રચાર કરી શકશે. જો કે તેની સંખ્યા પાંચથી વધારે નહી રહે. ઉમેદવારને ઉમેદવારી નોંધાવતા સમયે બે  વાહન લઈ જવાની છૂટ મળી છે. ઉમેદવારી ઓનલાઈન પણ મેળવી શકાશે. વધુમાં ચૂંટણી પ્રચાર માત્ર વર્ચ્યૂઅલ માધ્યમથી થશે. મોટી મોટી જનસભા કરી શકાશે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer