શાહિદ કપૂર જોવા મળશે વેબ સિરીઝમાં

શાહિદ કપૂર જોવા મળશે વેબ સિરીઝમાં
ફિલ્મમેકર્સ ક્રિષ્ના અને ડીકે એ વેબ સિરિઝ ફેમિલી મેન દ્વારા પોતાની કુશળતા પુરવાર કરી છે. હવે તેમણે રુસો બ્રધર્સની સિટાડેલની ભારતીય આવૃત્તિ બનાવવાના અધિકાર મેળવ્યા છે અને આમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે શાહિદ કપૂરને લેવામાં આવ્યો છે. આ સિરીઝની બે સીઝન હશે અને શાહિદ બંનેનું શાટિંગ એકસાથે કરશે એવી યોજના છે. 
શાહિદ હાલમાં ફિલ્મ જર્સીના શાટિંગમાં વ્યસ્ત છે. તેણે સિટાડેલની ભારતીય આવૃત્તિમાં કામ કરવાનું સ્વીકાર્યું છે જે એકશન અને થ્રાલિંગ ડ્રામા હોવા સાથે કટાક્ષયુક્ત કોમેડી પણ ધરાવતી હશે. આ ઉપરાંત પણ શાહિદે અન્ય એક ઓટીટી પ્લેટફોર્મ સાથે બે સિરિઝ કરવાનો કરાર કર્યો છે. આમાંથી એક અૉપરેશન કેકટસ પર આધારિત હશે અને બીજી એક બેસ્ટસેલર પુસ્તક પરથી બનશે. જો કે, અભિનેતા સિટાડેલને પ્રાધાન્ય આપશે અને આગામી ફેબ્રુઆરી મહિનાથી તેનું શાટિંગ શરૂ કરશે. સિરિઝના બને ભાગ પૂરા કર્યા બાદ તે કરણ જોહરની આગામી ફિલ્મનું કામકાજ શરૂ કરવા માગે છે. 

Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer