બેબી રુના બેગમની હૃદયસ્પર્શી સ્ટોરી નેટફ્લિક્સ પર

બેબી રુના બેગમની હૃદયસ્પર્શી સ્ટોરી નેટફ્લિક્સ પર
માતાનો પ્રેમ, ઇશ્વર પર શ્રધ્ધા અને તબીબી સહાય હોય તો ભલભલી મુશ્કેલીઓમાંથી પાર ઉતરી જવાય છે તે સંદેશ આપતી બેબી રુના બેગમની કથા પરથી બનેલી ઓરિજિનલ ડોકયુમેન્ટરી રાટિંગ ફોર રુના નેટફ્લિક્સ પર જોવા મળે છે. જન્મજાત ખામી ઘરાવતી બેબી રુના બેગમની છ વર્ષની દીવનકથા ભારતના ગામડામાં જઇને શૂટ કરવામાં આવી છે અને જયારે તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ અને તબીબી સહાય મળી ત્યારે તેના જીવનમાં શું ફેરફાર આવ્યો તે અત્યંત હૃદયસ્પર્શી છે. એવોર્ડ વિજેતા ફિલ્મમેકર પવિત્રા ચલમ અને અક્ષય શંકર દિગ્દર્શિત આ કથામાં માતાના પ્રેમ થકી ધબકતી આ બાળાનું જીવન કેમેરામાં કંડારવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા ક્રલી સ્ટ્રીટ પ્રોડકશન હાઉસ છે અને એક્ઝિક્યુટીવ નિર્માત્રી વનિતા બોસવેલ છે. 
પવિત્રાએ જણાવ્યું હતું કે, રાટિંગ ફોર રુના માતાપુત્રીની પ્રેમકથા છે. અનેક પડકારો વચ્ચે પણ ઝઝૂમતા રહીને છેવટે સફળતા મળે છે તે આ કથા દર્શાવે છે. જીવનના દરેક સંજોગોમાં આશા છોડવી ન જોઇએ તે આ કથાનું હાર્દ છે. 
2013માં એક તસવીરકારે રુનાની તસવીરને છાપી અને તે દેશવિદેશમાં વાયરલ બની હતી. રુના જન્મજાત ખામી ધરાવતી હતી એટલે તેના માથામાં પાણી ભરાતા તે ફુલીને દડા જેવું મોટું થઇ ગયું હતું. તેના માતાપિતાને ત્રિપુરાની સ્થાનિક હોસ્પિટલે કહી દીધું હતું કે આમાં કશું થઇ શકે એમ નથી. 41 મિનિટની ડોક્યુમેન્ટરીમાં આ માદીકરીનો પ્રેમ અને તેમાંથી નીકળેલો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. 
રુનાની જેમ જ દર વર્ષે 80 લાખ બાળકો ખોડ સાથે જન્મે છે. રુનાની કાથ દ્વારા વિશ્વના તબીબી જગતને આવા બાળકોના પડકારને સ્વીકારી સારવાર આપવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. 
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer