`ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન''માં જોવા મળશે રુપલ પટેલ

`ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન''માં જોવા મળશે રુપલ પટેલ
સ્ટાર ભારત પરથી પ્રસારિત થતાં શો ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન કોમેડી ફોર્મેટ માટે લોકપ્રિય થયો છે. સુનીલ ગ્રોવરના આ શોમાં આરંભમાં કેટલાક વિવાદો થયા છતાં તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. શાહરૂખ ખાનથી લઇને ગોપીબહુના સ્પુફ સુધી આ શો દર્શકોને હસાવી રહ્યો છે. અને હવે તેમાં સાથ નિભાના સાથિયાની સાસુ કોકિલાબેન ઉર્ફ રુપલ પટેલ જોવા મળશે. 
રુપલે કહ્યું હતું કે, મારી કારકિર્દી દરમિયાન હું કેટલાક ટીવી શોમાં મહેમાન કલાકાર તરીકે ગઇ છું પરંતુ મને ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાનમાં જે મજા આવી એવી બીજે કયાંય આવી નથી. મારે તો આ શોમાં પણ મારું મનગમતું કોકિલાબેનનું પાત્ર જ ભજવવાનું હતું અને મને સામે જે 'ટોપીબહુ' મળી એની મજા આવી હતી. આજની યુવાપેઢી જે લગન સાથે કામ કરે છે તે જોઇને મને આશ્ચર્ય થયું હતું. સુનીલ ગ્રોવર, સિધ્ધાર્થ સાગર, સંકેત ભોસલે એ ખરેખર્ ઉત્તમ કામ કર્યું છે. સુનીલ એકદમ નમ્ર અને મળતાવડો છે. 
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer