બે અઠવાડિયાના શાટિંગ માટે અક્ષયકુમારે લીધા 27 કરોડ રૂપિયા

બે અઠવાડિયાના શાટિંગ માટે અક્ષયકુમારે લીધા 27 કરોડ રૂપિયા
બોલીવૂડના સુપરસ્ટાર અક્ષયકુમાર અનલૉકની પ્રક્રિયા શરૂ થતાં જ શાટિંગમાં વ્યસ્ત થઇ ગયો હતો. લૉકડાઉન પૂરું થવાના પ્રાથમિક તબક્કામાં જ તે ફિલ્મ બેલબોટમના શાટિંગ માટે સ્કૉટલૅન્ડ ગયો હતો. હાલમાં તે અતરંગી રે અને પૃથ્વીરાજનું શાટિંગ કરી રહ્યો છે. ફિલ્મ અતરંગી રે માટે તો અક્ષયે માત્ર બે સપ્તાહ જ શાટિંગ કરવાનું છે છતાં તેના માટે કરોડો રૂપિયાનું મહેનતાણું લીધું છે. 
ફિલ્મ અતરંગી રે માં અભિનેત્રી સારા અલી ખાન અને દક્ષિણનો અભિનેતા ધનુષ મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે અક્ષય મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. આનંદ એલ. રાયની આ ફિલ્મ માટે અક્ષયે બે અઠવાડિયાનું જ શાટિંગ કરવાનું હતું અને તે માટે તેણે રૂ. 27 કરોડ લીધા છે. મહેમાન કલાકાર તરીકે આવનાર કોઇ કલાકારે આટલું મહેનતામું લીધું હોય એવો કદાચ આ પહેલો કિસ્સો છે. 
હાલમાં અક્ષયની આગામી ફિલ્મ લક્ષ્મી બૉમ્બનું ટ્રેલર રજૂ થયું છે. આમાં તેની સાથે અભિનેત્રી કિયારા અડવાણી છે. ફિલ્મમાં અક્ષય તૃતિયપંથીની ભૂમિકામાં જોવા મળે છે. આ ટ્રેલરે ચાહકોમાં ઉત્સુકતા જગાવી છે. 
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer