મુરલીધરનની બાયોપિક સ્વીકારનાર તમિળ અભિનેતાનો વિરોધ

મુરલીધરનની બાયોપિક સ્વીકારનાર તમિળ અભિનેતાનો વિરોધ
ચેન્નઈ, તા. 16: શ્રીલંકાનાં મહાન ક્રિકેટર મુથૈયા મુરલીધરનનાં જીવન ઉપર બની રહેલી ફિલ્મ `800'માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર થયેલા તમિળ અભિનેતા વિજય સેતુપતિને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રાજકીય પક્ષોએ આરોપ લગાવ્યો છે કે, મુરલીધરને તમિળો સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને માટે જ તેણે આ ફિલ્મમાં કામ કરવું ન જોઈએ. એમડીએમકેનાં મહામંત્રી વાઈકોએ આરોપ મૂક્યો છે કે, મુરલીધરન તમિળ જાતિ સાથે દગો કરવા માટે કુખ્યાત છે અને તેણે શ્રીલંકાનાં ગૃહયુદ્ધ દરમિયાન 2009માં તત્કાલી રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેને સમર્થન કર્યુ હતું. તો પીએમકેનાં સંસ્થાપક એસ.રામાદોસે કહ્યું હતું કે, સેતુપતિ દ્વારા મુરલીધરનની ભૂમિકા સ્વીકારવાનાં સમાચાર સ્તબ્ધ કરનારા છે. અભિનેતાએ વિશ્વાસઘાતનાં ઈતિહાસને સમર્થન કરવું ન જોઈએ.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer