એચસીએલ ટેક્નૉલૉજીસનો ત્રિમાસિક નફો વધીને રૂ. 3142 કરોડ

શેર દીઠ રૂ. 4 વચગાળાનું ડિવિડન્ડ ચુકવશે
મુંબઈ, તા. 16 : આઈટી અગ્રણી એચસીએલ ટેક્નોલોજીસે સપ્ટેમ્બર 2020માં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના નફામાં વાર્ષિક ધોરણે 18.5 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નફો વધીને રૂ. 3142 (રૂ. 2651) કરોડ થયો છે. આ ત્રિમાસિકની આવક 6.1 ટકા વધીને રૂ. 18,594 (રૂ. 17,528) કરોડની થઈ છે.  ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 7.4 ટકા વધીને રૂ. 2925 કરોડ અને વેચાણ 4.2 ટકા વધીને રૂ. 17,841 કરોડનું થયું છે.  કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 4નું વચગાળાનું ડિવિડંડ જાહેર કર્યું છે. 
મેનેજમેન્ટે બાકીના ત્રિમાસિક માટેની આવકનો અંદાજ ડોલરના ચલણમાં 1.5-2.5 ટકાની વૃદ્ધિનો જાળવી રાખ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આાuટી અને બિઝનેસ સર્વિસીસની આવક 5.12 ટકા વધીને રૂ. 13,162 કરોડની અને એન્જાનિયરીંગ અને આરએન્ડડી સર્વિસીસની આવક વધીને રૂ. 2922 (રૂ. 2861) કરોડની થઈ છે. કંપનીના પ્રોડક્ટ એન્ડ પ્લેટફોર્મ બિઝનેસની આવક 2.03 ટકા વધીને રૂ. 2510 કરોડની નોંધાઈ હતી. 
એચસીએલ ટેક્નોલોજીસના પ્રેસિડન્ટ અને સીઈઓ સી. વિજયકુમારે કહ્યું કે, ``િડજીટલ ટ્રાન્સફોર્મેશનમાં કંપનીના નેતૃત્વ અને પ્રોડક્ટ્સ તથા પ્લેટફોર્મ સેગમેન્ટમાં મજબૂત સ્થિરતાને પગલે વૃદ્ધિ નોંધાઈ છે. આ તમામે કંપની માટે વિકાસના વિવિધ આયામ ખોલ્યા હતા.''  
એન્જલ બ્રાકિંગના ડીવીપી - ઈક્વિટી સ્ટ્રેટેજિસ્ટ જ્યોતિ રોયે કહ્યું કે, કંપનીના મેનેજમેન્ટે તેની આવકનો અંદાજ જાળવી રાખ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકની આવક ધારણા મુજબની છે અને ગ્રોસ માર્જિન ધારણા કરતાં વધી છે. ચલણના પડકાર હોવા છતાં ઈબીટીડા અને ચોખ્ખો નફો એનલિસ્ટ્સની ધારણા મુજબનો છે. આ પરિણામ પછી કંપની એચસીએલ ટેક્નોલોજીસ માટે સકારાત્મક છે. 
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એચસીએલ ટેકની ડોલરના ચલણમાં આવક 250.7 કરોડ ડોલરની થઈ છે. 
વિજયકુમારે કહ્યું કે, ``કંપનીએ થોડા વર્ષમાં નેક્સ્ટ-જનરેશન ટેક્નોલોજીસમાં જે રોકાણ કર્યું છે તેને કારણે આ કપરા સમયમાં સ્થિર રહી શકી છે અને વિકસતી બજારોની તકને ઝડપવાની સ્થિતીમાં છે. કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 15 ટ્રાન્સફોર્મેશનલ ડિલ્સ કરી હતી. આ ડિલ લાઈફ સાયન્સીસ, હેલ્થકેર, પબ્લિક સર્વિસીસ (એનર્જી અને યુટિલિટીસ) અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં છે.''
વિજયકુમારે કહ્યું કે કંપની 1 ઓક્ટોબર, 2020થી અમલી થાય તે રીતે ઈ3 લેવલ સુધીના કર્મચારીઓનો અને 1 જાન્યુઆરી, 2021થી અમલી થાય એ રીતે ઈ4 અને તેથી ઉપરના લેવલના કર્મચારીઓનો પગાર વધારશે. નિયમીત વાર્ષિક ચક્ર કરતાં આ એક ત્રિમાસિક પાછળ છે. 
કંપનીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર વીવી અપ્પારાવ એ કહ્યું કે, માર્ચ 2021 સુધીમાં કંપની 12,000 ફ્રેશર્સને નોકરી આપશે. અત્યાર સુધીમાં 3000 લોકોને નોકરી ઉપર રાખવામાં આવ્યાં છે. બાકીનાને બે ત્રિમાસિકમાં નોકરીમાં લેવાશે. અપ્પારાવે કહ્યું કે વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ નહોતી એટલે કંપની ઘણી યુનિવર્સિટી અને કોલેજમાંથી તેમને નોકરી ઉપર રાખી શકી નથી. તેથી અમે તેમને ઓફર આપી છે છતાં તેઓ અમારી સાથે જોડાવા માટે ક્વોલિફાઈ નથી થયાં. તેમના ફાઈનલ વર્ષની પૂરી થયા પછી તેઓ અમારી સાથે જોડાશે.
Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer