થાણેમાં ગુજરાતી મહિલાની હત્યા કરનારો 20 વર્ષે મહેસાણામાંથી પકડાયો

થાણે, તા. 16 (પીટીઆઈ) : થાણેની ગુજરાતી મહિલા કુન્દા રાવલની 5000 રૂપિયાની સોપારી લઈને હત્યા કરનાર કૉન્ટ્રેક્ટ કિલર 20 વર્ષે  ગુજરાતના મહેસાણામાં પકડાયો છે. 18 ફેબ્રુઆરી 2000એ શંભુ રાવલ અને સુરેશ નહાવીએ વાગલે એસ્ટેટમાં રહેતી મહિલાની ભારે ઓજાર મારીને હત્યા કરી હતી. આ હત્યા તેના પતી કુંદનના કહેવાથી  કરાઈ હતી. જોકે આ બે સોપારી હત્યારા ન પકડાતા કુંદન સામેનો કેસ ઢીલો પડી ગયો હતો.  પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે અમને શંભુ રાવલ અને નાહવી વિશે મહત્તવની બાતમી મળતાં અમે શંભુની મહેસાણામાંથી ધરપકડ કરી હતી. બીજો સોપારી હત્યારો ડિસેમ્બર 2015માં મૃત્યું પામ્યો હતો. હવે વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ ફરી ખુલશે અને આરોપી પતીને કડક સજા અપાઈ શકાશે.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer