કોરોનાકાળમાં લથડતા અર્થતંત્રને રાહત

સપ્ટેમ્બરમાં નિકાસમાં છ ટકા વૃદ્ધિ
નવી દિલ્હી, તા.16: કોરોના સંકટમાં ઝઝૂમતા અર્થતંત્ર માટે આ સારા સમાચાર છે. દેશની નિકાસમાં સપ્ટેમ્બર મહિનામાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ પહેલા સતત 6 મહિના સુધી નિકાસમાં ઘટાડો આવ્યો હતો, મુખ્યરૂપે દવાઓ, ફાર્મા ઇક્વિપમેન્ટ તથા રેડિમેડ ગાર્મેન્ટનાં કારણે કુલ નિકાસ વધી છે. 
સરકાર દ્વારા જારી આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં નિકાસ વાર્ષિક આધારે 5.99 ટકા વધીને 27.58 અબજ ડોલર પર પહોંચી ગઇ, સપ્ટેમ્બર, 2019માં કુલ નિકાસ 26.02 અબજ ડોલરની હતી, આ સપ્ટેમ્બર 2020માં દેશની આયાત 19.6 ટકા ઘટીને 30.31 અબજ ડોલર રહી ગઇ, જો કે એક વર્ષ પહેલા આ મહિનામાં તે 37.69 અબજ ડોલર રહ્યો. 
સપ્ટેમ્બર મહિનામાં આયર્ન ઓરની નિકાસ 109.65 ટકા વધીને 30.34 કરોડ ડોલર, સિવેલા વસ્ત્રો એટલે કે રેડિમેડ ગારમેન્ટની નિકાસ 10.22 ટકા વધીને 1.19 અબજ ડોલર અને ચોખાની નિકાસ 93.86 ટકા વધીને 72.51 કરોડ ડોલર પર પહોંચી ગઇ, આ જ પ્રકારે દવાઓ અને ઔષધિઓની નિકાસ 24.38 ટકાની વૃદ્ધિની
સાથે 2.24 અબજ ડોલર રહીં, આ દરમિયાન અનાજ, ચોખાની નિકાસમાં જબરજસ્ત વધારો થયો. 
Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer