ભારતમાં સરેરાશ આયુષ્ય વધ્યું

લાંસેટના અભ્યાસનું તારણ : 59.6માંથી વધીને 70.8 વર્ષ, 77.3 વર્ષ સાથે કેરળ ટોચે
નવી દિલ્હી, તા. 16 :?ભારતમાં 1990 બાદ લોકોની સરેરાશ આવરદા વધી છે. સરેરાશ આયુષ્ય વધીને 59.6માંથી 70.8 વર્ષ થઈ ગયું છે, તેવું શુક્રવારે મેડિકલ જર્નલ ધ લાંસેટમાં એક અભ્યાસમાં જણાવાયું છે.
આ અભ્યાસમાં સંશોધકોએ મોતના 286 કારણો, 396 બીમારીઓ, ઈજાઓ અંગે 204 દેશો અને ક્ષેત્રોમાં 87 જોખમોનું વિશ્લેષણ કર્યું છે.
રાજ્યવાર જોઈએ, તો કેરળમાં લોકોનું સરેરાશ આયખું સૌથી વધુ 77.3 વર્ષ?છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 66.9 વર્ષ?છે, તેવું આ અભ્યાસ નોંધે છે.
ભારતમાં 1990 બાદ આરોગ્યમાં પૂરતો લાભ થયો છે, પરંતુ બીમારી અને મૃત્યુ માટે બાળક અને માતાને કુપોષણ તમામ જોખમોમાં મોખરે છે.
ભારતમાં `સ્વસ્થ સરેરાશ આયુષ્ય'માં એટલો ખાસ વધારો નથી થયો. લોકોને વાયુ પ્રદૂષણ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા જેવા જોખમોથી વધુ નુકસાન થયું છે. સ્વાસ્થ્યમાં સુધારા પર સામાજિક, આર્થિક વિકાસના વધારે પ્રભાવને ધ્યાને લેતાં ભારત સહિત સમગ્ર દુનિયાએ આર્થિક વિકાસને ગતિ આપવાનો મંત્ર અપનાવવો પડશે.
Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer