તાતા ટ્રસ્ટે 2018-19માં 455.15 કરોડ આપ્યા

ચૂંટણી ભંડોળ આપવામાં તાતા ગ્રુપ ટોચ પર
નવી દિલ્હી, તા. 16 :?ભારતમાં રાજકીય ચૂંટણી ભંડોળ મેળવવામાં ભાજપ મોખરે છે. વર્ષ 2018-19માં કેસરિયા પક્ષને 698 કરોડ રૂપિયાનું દાન મળ્યું, તો કોંગ્રેસને માત્ર 122.5 કરોડ મળ્યા.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના તાજા અહેવાલમાં આ જાણકારી અપાઈ છે.
રાજકીય પક્ષોને ચૂંટણી ભંડોળ આપવામાં 2018-19 દરમ્યાન તાતા ગ્રુપ ટોચ પર રહ્યું છે. ટાટા ગ્રુપના પ્રોગેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા સૌથી  વધુ ચૂંટણીલક્ષી ભંડોળ અપાયું છે.
તાતા પ્રોગ્રેસિવ ઈલેકટોરલ ટ્રસ્ટે 2018-19 દરમ્યાન કુલ્લ 455.15 કરોડ રૂપિયાનું ભંડોળ રાજકીય પક્ષોને આપ્યું હતું.
કોર્પોરેટ ડોનર્સની યાદીમાં તાતા ગ્રુપ ટોચે છે. ભાજપને 2012-13થી 2018-19 વચ્ચે કોર્પોરેટ જગતમાંથી સૌથી વધુ ફંડ મળ્યું. વર્ષ 2004-12 વચ્ચે કોર્પોરેટ્સ પાસેથી પક્ષો જે જેટલું ભંડોળ મળ્યું, તેમાં 2018-19ના ગાળામાં 131 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, 20 હજાર રૂપિયાથી વધુ ભંડોળ મળે તો તેની જાણકારી રાજકીય પક્ષોએ ચૂંટણીપંચને આપવાની હોય છે.

Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer