`નીટ'' પરીક્ષાનું પરિણામ જાહેર : પહેલી વાર ઓડિશાનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ

નવી દિલ્હી, તા. 16 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા શુક્રવારે તબીબી પ્રવેશ પરીક્ષા નીટનું પરિણામ જાહેર કરાયું હતું. આ વર્ષે 720માંથી પુરા 720 ગુણ પ્રાપ્ત કરીને ઇતિહાસ રચતાં શોએબ આફતાબે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ઓરિસ્સામાંથી કોઇ વિદ્યાર્થી નીટમાં દેશભરમાં ટોચે આવ્યો હોય તેવું પહેલીવાર બન્યું છે. કોરોના સંકટને ધ્યાને લેતાં દેશભરમાં 3800થી વધુ કેન્દ્રોમાંથી આ પરીક્ષા લેવાઇ હતી.
કોરોના મહામારી વચ્ચે નીટ પરીક્ષા મુદ્દે ઘણો વિવાદ થયો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ પરીક્ષા સામે વિરોધ પક્ષોએ પણ સવાલ ઊઠાવ્યા હતા.
Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer