રેમડેસિવિર કોરોનાના ઈલાજ માટે કારગર નથી !

રેમડેસિવિર કોરોનાના ઈલાજ માટે કારગર નથી !
વિશ્વ આરોગ્ય સંસ્થાનો ખુલાસો
જિનીવા, તા. 16 : વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ અમેરિકી દવા કંપની ગિલિએડ સાયંસીઝની રેમડેસિવિર દવાની અસર અંગે મોટો ખુલાસો કરતાં કહ્યું છે કે, આ દવા કોરોનાના દર્દીઓને ઘણી ઓછી અસર કરે છે.
રેમડેસિવિરથી દર્દીઓના સંક્રમણના દિવસોમાં પણ ઘટાડો નથી આવતો તો ગંભીર સંક્રમિતોના જીવ બચાવવામાં આ દવા સફળ સાબિત થઈ નથી.
રેમડેસિવિર ઉપરાંત હાઈડ્રોક્સિલોરોક્વિન, લોપિનાવિર -?રિટોનાવિર અને ઈંટરકેરોન એમ ચાર દવાઓની અસરનું પરીક્ષણ કરાયું હતું.
આ પ્રયોગમાં `હુ' દ્વારા 30 દેશના 11,266 પુખ્તવયના દર્દીઓ પર આ દવાની અસરની તપાસ કરાઈ હતી, જેના પરથી જણાયું કે, રેમડેસિવિરથી મૃત્યુદરમાં પણ કોઈ ઘટાડો આવતો નથી.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer