નવાઝુદ્દીન સિદ્દિકી અને પંકજ ત્રિપાઠીની ડ્રામેટિક ફિલ્મ અનવર કા અજબ કિસ્સા

નવાઝુદ્દીન સિદ્દિકી અને પંકજ ત્રિપાઠીની ડ્રામેટિક ફિલ્મ અનવર કા અજબ કિસ્સા
ઇરોઝ નાઉ પર સ્ટ્રીમ થઇ રહેલી કાલ્પનિક ડ્રામા ફિલ્મ અનવર કા અજબ કિસ્સામાં બુદ્ધદેવ દાસ ગુપ્તાની સાથે નવાઝુદ્દીન સિદ્દિકી. પંકજ ત્રિપાઠી, નિહારિકા સિંહ જેવા કલાકારો છે. ફિલ્મમાં જાસૂસની પોતાની વાસ્તવિકતાની શોધ કરે છે ત્યારે એક નવું જ રહસ્ય બહાર આવે છે જે તેને પણ દંગ કરી દે છે. 

ફિલ્મ અનવર કા અજબ કિસ્સામાં નવાઝુદ્દીન અનવર નામનો પ્રાઇવેટ જાસૂસ હોય છે જે અનમોલ (પંકજ ત્રિપાઠી)ને શોધવા માટે પોતાને વતન જાય છે. ત્યાં તેને આયશા (નિહારિકા સિંહ) સાથેના પોતાના રોમાન્ટિક સંબંધોની કડવી હકીકત જોવા મળે છે. આ ત્રણે કલાકારોનો ઉત્તમ અભિનય ફિલ્મને અલગ ઊંચાઈ પર લઇ જાય છે. વિવિધ પ્રકારની દ્વિધા અને પડકારો વચ્ચે અનવર રહસ્ય પરથી પરદો દૂર કરવામાં સફળ થાય છે કે નહીં તે જ કથાનું હાર્દ છે.Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer