અભિનેત્રીઓ રિયલ લાઇફમાં માતા હોય ત્યારે તેના માટે બંને ભૂમિકામાં સંતુલન જાળવવું મુશ્કેલ બને છે. સામાન્ય મહિલાઓની જેમ અભિનેત્રીઓ પણ ઘર અને વ્યવસાયના કામકાજ વચ્ચે સંતુલન જાળવવા મથતી હોય છે. દંગલ ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ એ મેરે હમસફરમાં તનુબુઆનું પાત્ર ભજવતી અભિનેત્રી જુહી અસલમ પોતાના સવા વર્ષના દીકરાને સેટ પર લાવે છે. જુહીએ જણાવ્યું હતું કે, મારા દીકરાનું નામ રહીમ છે અને તે સવા વર્ષનો હોવાથી મારી સાથે સેટ પર આવે છે. મારો મેકઅપ થતો હોય ત્યારે તે ખોળામાં રમતો હોય છે.
મારે શૂટિંગ માટે જવાનું હોય ત્યારે મેકઅપરૂમમાં ફોન પર કાર્ટૂન જોતો હોય છે અને મારા પતિ તેને ખવડાવે છે. સિરિયલના કલાકારો નીલુ વાઘેલા, રિશીના કંધારી અને હીના પરમારને પણ તે ઓળખવા લાગ્યો છે અને તેમની સાથે રમે છે. કયારેક તે મેકઅપરૂમમાં જ સુઇ જાય છે ત્યારે લાઇટ બંધ કરી દઇએ છીએ. સેટ પર બધા જ તેને રમાડતા હોય છે. Published on: Sat, 21 Nov 2020
અભિનેત્રી જુહી અસલમ પુત્ર સાથે સેટ પર આવે છે
