સ્ટાર પ્લસ પર નવો ઇન્વેસ્ટિગેટિવ શો રુદ્રકાલ

વિવિધ વિષયવસ્તુ ધરાવતા શોને રજૂ કરવા માટે જાણીતી ચેનલ સ્ટાર પ્લસ પર આવતા મહિને રુદ્રકાલ નામનો ઇનવેસ્ટિગેટિવ થ્રિલર શો શરૂ થશે. અભિનેતા ભાનુ ઉદય ડીસીપી બાબાની મુખ્ય ભૂમિકા તથા દીપાનીતા તેની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. હૉલીવૂડની ફિલ્મ એક્સ્ટ્રેશનમાં ક્રિસ હેમ્સવર્થ અને રણદીપ હુડા સાથે કામ કરનાર રુદ્રાક્ષ જયસ્વાલ ભાનુ ભદય અને દીપાનીતાના પુત્ર તરીકે જોવા મળશે. શોની કથા એક પ્રમાણિક આઇપીએસ અધિકારીની છે જે પોતાના પૂર્વ માર્ગદર્શકની હત્યા અને તેની પાછળ રહેલા કાવતરાની તપાસ કરે છે. રુદ્રકાલના નિર્માતા નીતિન વૈદ્યએ જણાવ્યું હતું કે, આ શોમાં એ મુદ્દો લેવામાં આવ્યો છે જેની ચર્ચા રોજ થઇ રહી છે. શોનો હીરો કાયદાનો ભંગ કર્યા વગર મુશ્કેલીઓમાંથી પાર ઉતરે છે. આ સિરિયલના કલાકારો ફિલ્મ, થિયેટર તથા ડિજિટલ પ્લેટફોમમાંથી આવે છે. શોની ખાસિયત એ છે કે અમે સેટને બદલે લોકેશન પર શૂટિંગ કરવાના છીએ. આથી ફિલ્મ અને સિરિયલ વચ્ચેનું અંતર દૂર થશે.Published on: Sat, 21 Nov 2020