બ્રહ્મરાક્ષસની બીજી સિઝન આવે છે

બ્રહ્મરાક્ષસની બીજી સિઝન આવે છે
ભારતીય લોકકથામાં રહેલી વિવિધતા ફિલ્મ, નાટક કે સિરિયલો બનાવવામાં પ્રેરણારૂપ બને છે. ઝી ટીવી પર 22 નવેમ્બરથી શનિ-રવિ રાતના નવ વાગ્યે પ્રસારિત થનારી સિરિયલ બ્રહ્મરાક્ષસ-ટુ પણ લોકકથા પર જ આધારિત છે. બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત આ સિરિયલ અંબાલાની પશ્ચાદ્ભુમાં આકાર લે છે. આમાં સામાન્ય યુવતી કાલિન્દીની સ્ટોરી છે. કાલિન્દીનો જન્મ ચોક્કસ ગ્રહ નક્ષત્રમાં થયો હોવાથી બ્રહ્મરાક્ષસને અમરત્વ મેળવવા માટે તેની જરૂર હોય છે. કાલિન્દીની શક્તિ તેનો જીવનસાથી અંગદ હોય છે. લગ્નની પ્રથમ રાતે જ  બ્રહ્મરાક્ષસ કાલિન્દીને ઉપાડી જાય છે. પત્નીને બચાવવા માટે અંગદ શું કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે. 
અભિનેત્રી નિક્કી શર્મા ચોવીસ વર્ષની કાલિન્દીનું પાત્ર ભજવે છે. જયારે તેના પતિ અંગદના પાત્રમાં જાણીતો ટીવી અભિનેતા પર્લ વી. પુરી જોવા મળશે. અંગદના જીવનમાં કાલિન્દી પ્રવેશે છે તે પછી નાટયાત્મક વળાંકો આવે છે અને બ્રહ્મરાક્ષસ તેના માર્ગમાં અવરોધ સર્જે છે. નિક્કીએ જણાવ્યું હતું કે, કાલિન્દીનું પાત્ર ભલે એક છે પરંતુ તેમાં કુવારી ચંચળ યુવતી અને અંગદની પત્ની એમ બે ભૂમિકા છે. આ કારણે જ તે પાત્ર પડકારરૂપ બન્યું હતું. 
પર્લની આ ત્રીજી સુપરનેચરલ સિરિયલ છે પરંતુ તેના મતે અગાઉની સિરિયલ કરતા આ ભૂમિકા એકદમ અલગ છે. અભિનેતાને આ સિરિયલની કથા ગમી ગઈ હોવાથી તેણે અંગદનું પાત્ર સ્વીકાર્યું હતું.Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer