એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં નડાલ અંતિમ ચારમાં

એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં નડાલ અંતિમ ચારમાં
લંડન, તા.20: વિશ્વ નંબર બે સ્પેનના રાફેલ નડાલે એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. નડાલે વર્તમાન ચેમ્પિયન ગ્રીસના ખેલાડી સ્ટેફાનેસ સિતસિપાસને 6-4, 4-6 અને 6-4થી હાર આપીને અંતિમ ચારમાં પ્રવેશ કર્યોં હતો. નડાલે છઠ્ઠીવાર આ ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. નડાલની ટક્કર હવે રશિયાના ખેલાડી દાનિલ મેદવેદેવ સામે થશે. તેણે ગઇકાલે નંબર વન જોકોવિચને હાર આપીને સેમિમાં જગ્યા પાકી કરી હતી.Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer