મહિલા ટી-20 વર્લ્ડ કપ એક વર્ષ માટે સ્થગિત

મહિલા ટી-20 વર્લ્ડ કપ એક વર્ષ માટે સ્થગિત
નવી દિલ્હી, તા.20: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) આજે વધુ એક નિર્ણય લીધો છે. આઇસીસીની આજે મળેલી બેઠકમાં મહિલા ટી-20 વર્લ્ડ કપ એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ નવેમ્બર 2022માં દ. આફ્રિકામાં થવાની હતી, પણ હવે તે ફેબ્રુઆરી 2023માં આયોજીત થશે. આઇસીસીએના પ્રવકતાએ કહ્યંy છે કે 2023માં કોઇ મોટી મહિલા ટૂર્નામેન્ટ નથી. આ મહિલા ટી-20 વિશ્વ કપ એક વર્ષ પૂરતો મોડો રમાશે. જેથી ખેલાડીઓને પણ તૈયારી માટે વધુ સમય મળી રહેશે. આથી 2022માં કોમનવેલ્થ ગેમ્સ સહિત ત્રણ બીજી મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાશે. 
આ ઉપરાંત કોરોના મહામારીને લીધે મહિલા વન ડે વર્લ્ડ કપ જે પહેલા સ્થગિત કરીને 2021ના ફેબ્રુઆરીમાં રમાડવાનું નકકી થયું હતું તે હવે 2022માં રમાશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે 2022ના બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-20 ક્રિકેટ સામેલ થયું છે અને તેની કવોલીફીકેશનની પ્રક્રિયા જાહેર કરી દેવામાં આવી છે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઇથી 8 ઓગસ્ટ 2022 દરમિયાન રમાશે.Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer