એપ્રિલ સુધીમાં આવી જશે અૉકસફર્ડ વૅક્સિન : પૂનાવાલા

કિંમત હશે 1000/2 ડોઝ : 2024 સુધીમાં દરેક ભારતીયને કોરોના રસી
નવી દિલ્હી, તા.20: ભારતમાં કોરોના વાયરસ માટે વેક્સિન બનાવી રહેલી કંપની સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને વયોવૃદ્ધો માટે કોવિડ 19ની ઓકસફોર્ડ-એસ્ટ્રજેન્કા વેક્સિન આવતાં વર્ષે એપ્રિલ સુધીમાં બજારમાં આવી શકે છે.
તેમણે જણાવ્યું કે સામાન્ય લોકો માટે કોરોના વેક્સિનના જરૂરી બે ડોઝની કિંમત રૂ.1000 હોઈ શકે છે. જો કે છેલ્લુ ટ્રાયલ અને નિયામક સંસ્થાઓની મંજૂરી પર બધુ આધારિત રહેશે. લિડરશીપ સમીટમાં બોલતા પૂનાવાલાએ કહ્યું કે સંભવ છે કે વર્ષ 2024 સુધીમાં દરેક ભારતીયને કોરોના વેક્સિન લગાવાઈ ચૂકી હશે. ભારતના દરેક વ્યક્તિનું રસીકરણ કરવામાં બે થી ત્રણ વર્ષ જેટલો સમય લાગશે.
વેક્સિનની કિંમત અંગે તેમણે કહ્યું કે સરકારને તે 3-4 ડોલરમાં અને સામાન્ય લોકોને 5-6 ડોલરમાં મળશે. બજારમાં અન્ય વેક્સિનની તુલનાએ તેની કિંમત ઓછી રાખવામાં આવશે. કોવિશિલ્ડ વેક્સિનનો ભાવ પ્રતિ ડોઝ 500-600 રહી શકે છે.
Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer