ટીઆરપી સ્કેમ : મુંબઈ પોલીસની એફઆઈઆરને આધારે ઈડીએ પણ કેસ ફાઈલ કર્યો

નવી દિલ્હી/મુંબઈ : મુંબઈ પોલીસે ફાઈલ કરેલા ટીઆરપી કૌભાંડ કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ હવાલાનો કેસ ફાઈલ કર્યો છે. આ કૌભાંડમાં મુંબઈ પોલીસે અત્યાર સુધી 12 આરોપીની ધરપકડ કરી છે. 
ઈડીએ આ કેસમાં એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફર્મેશન રિપોર્ટ ફાઈલ કર્યો છે. સૂત્રોએ કહ્યું હતું કે આ રિપોર્ટ એફઆઈઆર જેવો જ હોય છે. ઈડીએ હવાલા પ્રતિબંધક કાયદા હેઠળ આ રિપોર્ટ નોંધ્યો છે. 
મુંબઈ પોલીસની એફઆઈઆરનો અભ્યાસ કર્યા બાદ ઈડીએ આ રિપોર્ટ ફાઈલ કર્યો છે. મુંબઈ પોલીસની એફઆઈઆરમાં રિપબ્લિક ટીવી ઉપરાંત બે મરાઠી ચેનલોનો અને કેટલીક વ્યક્તિઓ નામનો ઉલ્લેખ છે. તપાસ બાદ બે ઔર ચેનલો સામે કેસ કરાયો હતો. આરોપીઓ સામે પૈસા આપી ટેલિવિઝન રેટિગ્સ પોઈન્ટ (ટીઆરપી) વધારવાનો આરોપ છે. 
મુંબઈ પોલીસની એફઆઈઆરમાં જેમનાં નામ છે એ આરોપીઓને અને ટીવી ચેનલના અધિકારીઓને ઈડી ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવશે અને તેમના નિવેદનો નોંધશે. 
જો ખોટી રીતે ટીઆરપી વધારવામાં આવ્યા હોય તે એના થકી જે ગેરકાયદે આવક થઈ હશે એનો ઉપયોગ ગેરકાયશે સંપતિ ઊભી કરવામાં થયો છે કે કેમ એ પાસાની ઈડી તપાસ કરશે. 
કઈ ચેનલ અને કયા પોગ્રામ વધુ જોવાય છે એ ટીઆરપી દ્વારા નક્કી થાય છે. જે ચેનલની ટીઆરપી વધુ એને વધુ જાહેરખબર મળે છે. ચુનંદા ઘરોમાં ખાસ મીટર બેસાડવામાં આવે છે જેના આધારે ટીઆરપી નક્કી થાય છે.
Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer