કોવેક્સિનનું ત્રીજું પરીક્ષણ શરૂ હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વીજે ડૉઝ લીધો

કોવેક્સિનનું ત્રીજું પરીક્ષણ શરૂ હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વીજે ડૉઝ લીધો
અંબાલા, તા. 20 : કોરોનાને નાથવા ભારત બાયોટેકની `કોવેક્સિન' રસીનું ત્રીજા દોરનું પરીક્ષણ શરૂ થઇ ગયું છે. હરિયાણાના ગૃહ અને આરોગ્ય મંત્રી અનિલ વીજે પહેલી રસી લીધી હતી અને જાતે સ્વયંસેવક બન્યા હતા.
ત્રીજા ચરણમાં કુલ્લ 25,800 સ્વયંસેવકોને રસી અપાશે. હરિયાણાના રોહતકમાં શુક્રવારે શરૂઆત કરાઇ હતી. પ્રથમ 200 સ્વયંસેવકોને ડોઝ અપાઇ ચૂક્યો છે.
`કોવેક્સિન' રસી સ્વદેશમાં જ વિકસિત કરાઇ રહી છે. અંબાલા છાવણીની સિવિલ હોસ્પિટલમાં 67 વર્ષીય ભાજપ નેતા વીજે રસી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત બાયોટેક દ્વારા વિકસિત કરાઇ રહેલી `કોવેક્સિન' રસી પણ મંજૂરી મળવાની દોડમાં છે.
Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer