સાઇનાને ટોકિયો અૉલિમ્પિકમાં ક્વૉલિફાઇ થવાનો વિશ્વાસ

નવી દિલ્હી, તા.30: ભારતની અનુભવી બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે કહ્યંy છે કે તે આવતા વર્ષે રમાનાર ટોક્યો ઓલિમ્પિકમાં રમવાની દોડની સામેલ છે. સાઇનાને ઓલિમ્પિકમાં ક્વોલીફાઇ થવાનો વિશ્વાસ છે. વર્ષ 2012ના લંડન ઓલિમ્પિકની કાંસ્ય ચંદ્રક વિજેતા સાઇના નેહવાલ હાલ વિશ્વ ક્રમાંકમાં 22મા નંબર પર ખસી ગઈ છે. પાછલા કેટલાક સમયથી તેણી ઇજાનો પણ સતત સામનો કરી રહી છે. સાઇના કહે છે કે હું વાપસી માટે મક્કમ છું અને ટોચની 20 ખેલાડીઓ સામે જીત મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. ટોક્યો ઓલિમ્પિક પહેલા સાત-આઠ ટૂર્નામેન્ટ રમવાનો મોકો મળી શકે છે. સાઇના કહે છે કે ટેનિસમાં રોઝર ફેડરર અને સેરેના વિલિયમ્સ આ ઉંમરે પણ શાનદાર દેખાવ કરી રહ્યા છે. હું પણ તેમનામાંથી પ્રેરણા લઈ આગળ વધી રહી છું. હું પણ ફાઇટર છું અને વાપસી કરીશ. મને લડવું પસંદ છે. આ જ મારું કામ છે. ઘરમાં બેસીને શું કરીશ.Published on: Mon, 30 Nov 2020