ફિલિપની આતશી સદીથી કિવિઝે ટી-20 શ્રેણી કબજે કરી; વિન્ડિઝ સામે 72 રને વિજય

ફિલિપની આતશી સદીથી કિવિઝે ટી-20 શ્રેણી કબજે કરી; વિન્ડિઝ સામે 72 રને વિજય
માઉન્ટ માઉનગાનુઇ (ન્યુઝીલેન્ડ) તા.29: યુવા મીડલ ઓર્ડર ગ્લેન ફિલિપની આતશી સદી માત્ર 51 દડામાં 8 છકકા અને 10 ચોકકાથી 108 રનની મદદથી બીજા ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ન્યુઝીલેન્ડનો 72 રને મહાવિજય થયો હતો. આ જીતથી ત્રણ મેચની ટી-20 શ્રેણી ન્યુઝીલેન્ડે 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરી લીધી છે. ન્યુઝીલેન્ડના 20 ઓવરમાં 3 વિકેટે 238 રનના જવાબમાં વિન્ડિઝના 9 વિકેટે 166 રન થયા હતા. ગ્લેન ફિલિપે તેની અર્ધસદી 22 દડામાં અને સદી 46 દડામાં પૂરી કરી હતી. જે ન્યુઝીલેન્ડ તરફથી સૌથી ઝડપી સદી છે. જયારે ડેવોન ક્રોનવેએ 37 દડામાં 4 ચોકકા-4 છકકાથી 65 રન, ગુપ્ટિલે 34 રન કર્યાં હતા.  વિન્ડિઝ તરફથી સૌથી વધુ 28 રન સુકાની પોલાર્ડે કર્યાં હતા.Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer